<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

માળીયા પીપળીયા રોડ પર નર્મદા કેનાલના બ્રિજ પર 15 દિવસ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરાતા હાલ ઉપયોગમાં લઈ શકાય તેવી અવસ્થામાં ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં માળિયા શાખા નહેર નર્મદા કેનાલ SHRB પુલની સાંકળ ૧૩૬.૭૭૫ કિ.મી પર આવેલ સ્ટેટ હાઇવે ના ક્રોસિંગ પૂલ કે જે માળીયા પીપળીયા જામનગર સ્ટેટ હાઇવે પર 0/૪00 જે માળીયા થી મોરબી કચ્છ હાઇવે તરફ રેલવે ફાટકની પાસે આવેલું છે તે બ્રિજનું ઇન્સ્પેક્શન કરતા આ બ્રિજ હાલ ઉપયોગમાં લઈ શકાય તેવી અવસ્થામાં ન હોવાથી આ બ્રિજ ના નવા બાંધકામની પ્રક્રિયા ચાલુ હોવાથી ૧૫ દિવસ સુધી ભારે ટ્રક કે અન્ય ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

    આ જાહેરનામા અન્વયે વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર થી આવતા વાહનો ધ્રોલથી પડધરી મીતાણા ટંકારા થઈને મોરબી આવી શકશે તથા ધ્રોલથી નેશનલ હાઇવેના ચાર માર્ગીય રસ્તાથી પીપળીયા ચોકડી થી મોરબી અને કચ્છ જઈ શકશે. કચ્છ તરફથી આવતા વાહનો મોરબી બાયપાસ થી પીપળીયા ચોકડીથી નેશનલ હાઈવેના રસ્તા પરથી આમરણ ધ્રોલ થઈને જામનગર જઈ શકશે તથા મોરબીથી મીતાણા પડધરી થઈને ધ્રોલ જામનગર જઈ શકશે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.

(12:34 AM IST)