<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

મોરબીના વિસીપરા મેઈન રોડ પર જુગાર રમતા નવ ઝડપાયા.

આઈસ ફેક્ટરી બાજુમાં જાહેરમાં જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૯૦૫૦ જપ્ત કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિસીપરા મેઈન રોડ પર આઈસ ફેક્ટરી બાજુમાં જાહેરમાં જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૯૦૫૦ જપ્ત કરી છે.

     સીટી બી ડીવીઝન પોલીસ ટીમે વિસીપરા મેઈન રોડ પર કુબેર આઈસ ફેક્ટરી પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા હેમચંદભાઈ શ્રીરામા નિષાદ, વિકાસ મખલુંભાઈ નિષાદ, ઉદયભાન રામસિંગ નિષાદ, છોટેબાબુ શ્રીસોખીલાલ નિષાદ, મલખાનસિંગ સીતારામ નિષાદ, કપિલભાઈ રમેશભાઈ નિષાદ, રામલખન રામચંદ્રભાઈ નિષાદ, ભરતસિંહ હીરાલાલ નિષાદ અને કૈલાશ લાલારામ નિષાદ એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૯૦૫૦ જપ્ત કરી છે.


 

(12:39 AM IST)