<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

મોરબી શહેરના રાણીબાગના વિકાસ માટે ટેન્ડરો બહાર પડાયું: નવા છોડ-વૃક્ષોનું વાવેતર કરાશે.

એક નાનો કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવશે. આ વિકાસ કામો પૂર્ણ થયા બાદ મોરબીના લોકોને ફરવા માટે એક નવું અને આકર્ષક સ્થળ મળી રહેશે

 

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીને હરિયાળું અને સુંદર શહેર બનાવવા માટે મોરબી મહાપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે ગાર્ડન શાખા દ્વારા રાણીબાગના વિકાસ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ રાણીબાગમાં અનેક પ્રકારના નવા છોડ-વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.


આ ઉપરાંત, આ જગ્યાની આસપાસ એક નાનો કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવશે. આ વિકાસ કામો પૂર્ણ થયા બાદ મોરબીના લોકોને ફરવા માટે એક નવું અને આકર્ષક સ્થળ મળી રહેશે. મહાપાલિકાના આ પગલાથી શહેરની પ્રકૃતિનું સૌંદર્ય વધશે અને નાગરિકોને કુદરતી વાતાવરણનો અનુભવ થશે. આ પ્રોજેક્ટથી મોરબીના પર્યાવરણને પણ લાભ થશે.મોરબી શહેરના રાણીબાગના વિકાસ માટે ટેન્ડરો બહાર પડાયું: નવા છોડ-વૃક્ષોનું વાવેતર કરાશે.

મોરબીને હરિયાળું અને સુંદર શહેર બનાવવા માટે મોરબી મહાપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે ગાર્ડન શાખા દ્વારા રાણીબાગના વિકાસ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ રાણીબાગમાં અનેક પ્રકારના નવા છોડ-વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

આ ઉપરાંત, આ જગ્યાની આસપાસ એક નાનો કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવશે. આ વિકાસ કામો પૂર્ણ થયા બાદ મોરબીના લોકોને ફરવા માટે એક નવું અને આકર્ષક સ્થળ મળી રહેશે. મહાપાલિકાના આ પગલાથી શહેરની પ્રકૃતિનું સૌંદર્ય વધશે અને નાગરિકોને કુદરતી વાતાવરણનો અનુભવ થશે. આ પ્રોજેક્ટથી મોરબીના પર્યાવરણને પણ લાભ થશે.

(12:41 AM IST)