<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

મોરબી શહેર પીજીવીસીએલ ટાઉન સબ ડીવીઝન 3 મંજુર.

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સફળ રજુઆત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર પી જી વી સી એલ ના વીજ ગ્રાહકો માટે હાલ સુધી ટાઉન – 1 અને ટાઉન – 2 એમ બે સબ ડીવીઝન કાર્યરત હતા. જે મોરબીના ભારણને જોતા ખૂબ અપૂરતા હતા.

     મોરબીના ઝડપી વિકાસ અને વધતા જતા વિજગ્રાહકોને લઈને બન્ને સબ ડીવીઝનનું વિભાજન કરીને ટાઉન સબ ડીવીઝન – 3 બનાવવા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સતત રજુઆત અને ફોલોઅપ લેતા મોરબી ટાઉન સબ ડીવીઝન – 3 મંજુર કરવામાં આવેલ છે..આ નિર્ણયથી વહીવટી સરળતા રહેશે અને વીજગ્રાહકોની સુવિધામાં વધારો થશે ટાઉન સબ ડીવીઝન 3 મંજુર થવાથી પ્રજામાં આનંદ વ્યાપી ગયો છે


 

(12:44 AM IST)