<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ટંકારાના લજાઈ ચોકડીએ આજથી માતાના મઢના પદયાત્રિકો માટે સેવા કેમ્‍પ

બપોરે-રાત્રે ભોજન, ચા-પાણી, નાસ્‍તો, મેડીકલ કેમ્‍પની સુવિધા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૯: કચ્‍છમાં બીરાજમાન આશાપુરા માતાના મઢ દર્શન માટે પગપાળા જતા પદયાત્રિકો માટે ટંકારા તાલુકાના લજાઈ ચોકડી ખાતે આજથી પદયાત્રિઓ માટે સેવા કેમ્‍પનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત લજાઈ ગામ સમસ્‍તમાં આશાપુરાના નવલા નોરતા દરમિયાન લાખો ભાવિકો પદયાત્રા કરી કચ્‍છમાં જતા હોય છે ત્‍યારે લજાઈ ચોકડી પાસે પદયાત્રી સેવા કેમ્‍પ આજે ૮ સપ્‍ટેમ્‍બરને સોમવારે રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી લજાઈ ચોકડી ખાતે લજાઈ ગામ સમસ્‍ત દ્વારા આ સેવા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં પદયાત્રિકોને તમામ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં રાત્રી રોકાણ સવારે નાસ્‍તો બપોરે ભોજન રાત્રે વારૂ ચા-પાણી નારિયેળ પાણી સુકો નાસ્‍તો થેપલા દહી મોહનથાળ મેડિકલ સેવા મસાજ મશિન સાથે તમામ સુવિધા કેમ્‍પમાં ઉપલબ્‍ધ છે વધુ માહિતી માટે મો.૯૮૨૫૩૮૦૩૪૩ અથવા ૯૭૨૬૯૨૦૫૨૧ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (રર.૩)

(10:24 AM IST)