<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘરાજાનો વિરામઃ જોડીયાના બાલંભામાં ૧ ઇંચ

હવે વરાપ ઝંખતા ખેડૂતોઃ ભારે વરસાદવાળા વિસ્‍તારોમાં હજુ પાણી-પાણી

 

રાજકોટ તા. ૯ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજથી મેઘરાજાએ વિરામ લીધો છે અને જોડીયાના બાલંભામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. આજ ધુપ-છાંવ છે હવે ખેડૂતો વરાપની રાહ જોઇ રહ્યા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વાર) જામનગર : જામનગર જીલ્લામાં હળવા ઝાંપટા વરસ્‍યા છે. જેમાં મોટા બાણુગાર-૪ મી. મી. હોપાણા-પ, બાલાં-ર૩, પીઠ-૧૦, જાલીયા દેવાણી-૬, જામવાડી-૮ અને ધુનડામાં ૪ મી. મી. વરસાદ પડયો છે.

જયારે જોડીયામાં પોણો ઇંચ, ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જામનગર, લાલપુર, જામજોધપુરમાં ઝાપટા પડયા હતાં.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી :.. મોરબી જીલ્લામાં રવિવારે વહેલી સવારથી શરુ થયેલો વરસાદ રવિવારે આખો દિવસ તેમજ આખી રાત્રી સુધી ચાલુ રહ્યો હતો અને રવિવારે સવારથી સોમવારે સવાર સુધી ૨૪ કલાકમાં માળિયા તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્‍યો હતો તે ઉપરાંત અન્‍ય ચાર તાલુકામાં પણ સારો એવો વરસાદ વરસ્‍યો હતો તેમજ સોમવારે સવારથી સાંજ સુધીમાં જીલ્લામાં અડધાથી સવા બે ઇંચ વરસાદ વરસ્‍યો હતો.

રવિવારે સવારે ૬ થી સોમવારે સવારે ૬ સુધીના વરસાદના આંકડા જોઈએ તો માળિયા તાલુકામાં ૧૧૬ મીમી, મોરબી તાલુકામાં ૮૫ મીમી, ટંકારા તાલુકામાં ૬૪ મીમી, વાંકાનેર તાલુકામાં ૩૧ મીમી અને હળવદ તાલુકામાં ૬૨ મીમી વરસાદ વરસ્‍યો છે મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સવા ઈંચથી સાડા ચાર ઇંચ વરસાદ વરસ્‍યો હતો  તેમજ સોમવારે સવારે ૬ થી સાંજે ૪ સુધીમાં માળિયા તાલુકામાં ૫૫ મીમી, મોરબી તાલુકામાં ૨૪ મીમી, ટંકારા તાલુકામાં ૧૨ મીમી, વાંકાનેર તાલુકામાં ૧૧ મીમી અને હળવદ તાલુકામાં ૨૩ મીમી વરસાદ નોંધાયો છે. (પ-૧૦)

(10:55 AM IST)