<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ભાણવડમાં ભેદી ધડાકાથી અનુભવાતા લોકો પરેશાન

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯: ભાણવડમાં સતત ત્રણ દિવસથી રોજ અનેક વખત ધડાકા સાથે ભૂકંપ જેવા આંચકાથી લોકો પરેશાન થઇ ગયા છે.

શનિવારે મોટા ધડાકા સાથે જોરદાર આંચકો આવતા મકાનોની દીવાલ અભેરાઇ છતો ધ્રુજતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા તે પછી ફરીથી ત્રણેક વખત આંચકા આવ્‍યા હતા તો રવિવારે આઠેક વખત ધડાકા સાથે આંચકા આવ્‍યા હતા તો ગઇકાલે સોમવારે પણ સવારે તથા સાંજે સાડા સાતે બે સમયમાં ચારેક આંચકા આવ્‍યા હતા.નવાઇની વાત છે કે ગઇકાલે આવેલા આંચકામાં એક ધડાકો એક દિશામાં તો બીજો ધડાકો બીજી દિશામાં થયો હતો. સાંજે ધડાકામાં રસતા પર પાર્ક કરેલી ગાડીઓના પતરા પણ ધ્રુજી ગયા હતા.

બનાવ અંગે દ્વારકા જિલ્લા કલેકટરશ્રી રાજેશ તન્‍ના તથા પ્રાંત અધિકારી કે. કે. કરમટા દ્વારા તુરત જ ગાંધીનગર સિસ્‍મોલોજીકલ વિભાગને જાણ કરતા તેમની ટીમ દ્વારા તપાસ થઇ હતી પણ ભૂકંપના હોવાનું જણાતા કોઇ ખાણવારા ટોડા ફોડે છે કે કોઇ કુવો ગાળવા બ્‍લાસ્‍ટીંગ તો નથી કરતુંને? આ વિગતે ખાણ ખનીજ તથા ફોરેસ્‍ટ વિભાગની ટીમોને તપાસ માટે મોકલાઇ છે. (૭.૧૬)

(10:56 AM IST)