હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોડીમાંથી દરિયામાં પડી જતા તળાજાના યુવાનનું અપમૃત્યુ

જામખંભાળિયા, તા.૯: તળાજા તાલુકાના સરતાનપુર બંદર ખાતે રહેતા સંતોષભાઈ ભીમાભાઈ વેગડ નામના ૩૫ વર્ષના તળપદા કોળી યુવાન ગઈકાલે સોમવારે દ્વારકા નજીક આવેલા વરવાળા ગામે દરિયા કિનારે હોળીમાંથી દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ અરવિંદભાઈ ભીમાભાઈ વેગડએ દ્વારકા પોલીસને કરી છે.
સલાયાના યુવાન
પર છરી વડે હુમલો
સલાયા ગામે રહેતા અને જી.આર.ડી.માં નોકરી કરતા કાનજીભાઈ પુંજાભાઈ વારસાકીયા નામના ૨૨ વર્ષના યુવાન પર બસ સ્ટેન્ડ પાસે રહેતા સુરેશ કિરણભાઈ પરમાર નામના શખ્સએ છરી વડે હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઇજાઓ કરવા સબબ સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી કાનજીભાઈ આજથી આશરે બે વર્ષ પૂર્વે પોતાના ઘર પાસે થતી ગરબીમાં હિન્દી ગીતો વગાડતા હોય, ત્યારે આરોપી સુરેશે ગીતો વગાડવાની ના કહેતા આ બાબતના અગાઉથી ચાલ્યા આવતા મનદુઃખના કારણે ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
કલ્યાણપુર તાલુકામાં જુગાર
ધુમથર ગામના વાડી વિસ્તારમાં પોલીસે રાત્રિના સમયે જુગાર દરોડો પાડી, દેવુ રામ બુચડ, પાલા કારા રાવલીયા, રમેશ હમીર આંબલીયા, પબુ રામ ગઢવી અને કાના ભીમા રાવલિયા નામના પાંચ શખ્સોને રૂપિયા ૧૦,૩૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ઓખાનો યુવાન
દારૂ સાથે ઝડપાયો
ઓખાના નવી નગરી વિસ્તારમાં રહેતા મયુર જેન્તીભાઈ થોભાણી નામના ૩૫ વર્ષના શખ્સને પોલીસે ઓખા પોર્ટના ગેટ પાસેથી વિદેશી દારૂની સાત બોટલ તેમજ બિયરના બે ટીન અને એક એકટીવા મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૨૮,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ કાર્યવાહીમાં ઓખાનો સુનીલ હોથીભા ગાદ નામનો શખ્સ ફરાર જાહેર થયો હતો. જે અંગે ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. (૯.૧પ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
