News of Tuesday, 9th September 2025
વાંકાનેરના ઢુવા પાસે કોન્ટ્રાકટરની હત્યા કરી લાશ ફેંકી દેવાઇ
સીરામીક ફેકટરીમાં કિલનનો કોન્ટ્રાકટર ધરાવતા ઓરીસ્સાના વતની ઉતમ સાહુની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળીઃ હત્યાના હેતુ અને હત્યારા અંગે રહસ્ય

(પ્રવિણ વ્યાસ દ્વારા) વાંકાનેર -મોરબી, તા., ૯: વાંકાનેર તાલુકાના માટેલ-ઢુંવા રોડ ઉપર દુકાનમાં રહેતા અને સિરામિક ફેકટરીમાં કિલનનો કોન્ટ્રાકટ ધરાવતા યુવકને કોઈ અજાણ્યા હત્યારાએ બોથડ પદાર્થ વડે માથાના ભાગે માર મારી હત્યા કરી નજીકમાં જ લાશ ફેંકી દેતા હત્યાના બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે રહેતા અને થાનમાં ફેકટરીમાં કોન્ટ્રાકટ ધરાવતા દેવજીભાઈ સોમાભાઈ ઝરવરિયાએ પોતાના મિત્ર અને રોસા સિરામિક ફેકટરીમાં કિલનનો કોન્ટ્રાકટ ધરાવતા ઓરિસ્સાના વતની ઉત્તમ વિકાસ સાહુ નામના યુવકની કોઈ અજાણ્યા ઈસમે હત્યા કરી નાખી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
વધુમાં મળતક ઉત્તમ વિકાસ સાહુ અને ફરિયાદી અગાઉ સાથે કામ કરતા હોય પરિચયમાં આવ્યા હતા. જે બાદ જન્માષ્ટમીના તહેવાર સમયે ઉત્તમ દેવજીભાઈને મળ્યો હતો અને દેવજીભાઈને રહેવા માટે દુકાન ભાડે અપાવવાનું કહેતા દેવજીભાઈએ માટેલ ઢુંવા રોડ ઉપર દુકાન ભાડે અપાવી હતી જેમાં ઉત્તમ રહેતો હતો. જેમાં ગઈકાલે બપોરના સમયે ઉત્તમ જ્યાં રહેતો હતો ત્યાં બાજુમાં જ આવેલ પાનની દુકાનના સંચાલકે દેવજીભાઈને ફોન કરી તેમની દુકાન બહાર લોહીનું ખાબોચિયું ભરાયેલ હોવાનું જણાવતા દેવજીભાઈએ આવી તપાસ કરતા ઉતમની હત્યા કરી અજાણ્યા હત્યારા લાશને દુકાન સામે ઢસડીને ફેંકી દીધી હોવાનું સામે આવતા હત્યાના બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
