News of Tuesday, 9th September 2025
વરસતા વરસાદે લોકોની સમસ્યા સાંભળતા મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ

મોરબી તા ૯: મોરબી શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં અનેક સમસ્યાઓ ઘર કરી ગઈ છે. અને લોકો તે સમસ્યામાંથી છુટકારો મેળવવા વારંવાર તંત્રમાં રજૂઆતો કરી કરીને થાકયા હોય તેમ હવે વિપક્ષી આગેવાનો પાસે હૈયાવરાળ ઠાલવતા નજરે પડી રહ્યા છે.
અને અત્યારે આ વરસાદી માહોલમાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે મોરબીના વાવડી ગામના ધરમનગરના રહેવાસીઓને લાઈટ રોડ તથા ઘર માં વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જતાં ભારે હાલાકી વેઠવી પડતી હોય તેમજ તંત્ર ને અનેક વાર રજુઆત કરવામાં આવેલ છે પરંતુ કોઈ નિરાકરણ આવેલ નથી જેથી રહીશો દ્વારા મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દમીયંતીબેન નિરંજની અને મહિલા કોંગ્રેસની ટીમ પાસે સમસ્યાઓની આક્રોસભેર રજૂઆતો કરી હતી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
