<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

સાવરકુંડલાના નેસડી રોડ પર રેતી ચોરતા ઈસમોને પકડી પાડતા લોકોઃ જનતા રેડ કરીને ટ્રેકટર પોલીસને સોંપ્‍યુ

 

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૯:  સાવરકુંડલા શહેરમાં મોડી રાત્રી દરમિયાન બાંધકામ માટેની ગેરકાયદેસર રેતીની મોટા પાયે હેરાફેરી થઇ રહ્યા ની ફરિયાદો ઉઠી રહી છે ગેરકાયદેસર રેતીની હેરાફેરી થતી હોય ડરના કારણે ફુલ સ્‍પીડમાં ટ્રેક્‍ટરો રહેણાંક વિસ્‍તારમાંથી પસાર  નીકળતા હોય રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો બે ફિકરાઈ થી ચાલતા ટ્રેક્‍ટરથી રહેણાંક વિસ્‍તારમાં અકસ્‍માત નો ભય સતત રહેતો હતો. પરંતુ ટેકટર ચાલકોમાં આની કોઈ અસર નહોતી અને મોડી રાત્રી બિન્‍દાસ બેફામ ટ્રેક્‍ટર ચલાવતા હતા ત્‍યારે ગઈકાલ રાત્રે નેસડી રોડ પર આ વિસ્‍તારના લોકો ની ધીરજ ખૂટી હતી અને રોષ ફાટી નીકળ્‍યો હતો અનેનહેરા માથી ગેરકાયદેસર રેતી ભરી નીકળતું ટ્રેક્‍ટર જીજે-૧૪-બી-૨૪ ૧૧ ને જનતા રેડ કરી સાવરકુંડલા શહેર પોલીસ મથકે સોપી આપતા ઇન્‍ચાર્જ  પીઆઇ અગ્રાવતે વેલજીભાઈ મોહનભાઈ સોલંકી નામના આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આમ જનતા રેડ થકી ખનીજ ચોરી પકડી પાડી પોલીસને સોપી આપવામાં આવી હતી.

(12:57 PM IST)