<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ચોટીલામાં ગુજરાત સરકાર દ્વારા નિર્મિત ઝવેરચંદ

મેઘાણી સંગ્રહાલય- સરકારી તાલુકા પુસ્‍તકાલયનું લોકાર્પણ

રાજકોટ, તા.,૯ : પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા અને મહાત્‍મા ગાંધીએ જેમને રાષ્‍ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્‍યકાર, લોકસાહિત્‍યના સંશોધક, સ્‍વાતંત્ર્ય-સેનાની, સંનિષ્‍ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિ ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર) ખાતે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ દ્વારા નવનિર્મિત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્‍તકાલયનું લોકાર્પણ ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ, વન અને પર્યાવરણ, ક્‍લાઈમેટ ચેન્‍જ વિભાગના સંસ્‍કળતિ-સાહિત્‍ય-પ્રેમી મંત્રી મુળુભાઈ બેરાના વરદ્‌?-હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. પુરાતત્‍વ અને સંગ્રહાલય નિયામકની કચેરી હસ્‍તકનું ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય, સાહિત્‍ય અને સંગીતને નિરૂપતું ભવ્‍ય રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું નિર્માણ રૂ. ૩૪ કરોડના ખર્ચે કરવામાં આવ્‍યું છે તેમજ ગ્રંથાલય નિયામકની કચેરી હસ્‍તકનું વિવિધ વિષયોનાં ૧૫૦૦૦ જેટલાં પુસ્‍તકો ધરાવતું અદ્યતન અને સમળદ્ધ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્‍તકાલયનું નિર્માણ રૂ. ૫ કરોડના ખર્ચે કરવામાં આવ્‍યું છે. વર્ષ ૨૦૨૩માં ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ્‌?-હસ્‍તે આ બન્નેનું ખાત-મુહુર્ત કરવામાં આવ્‍યું હતું જે ખાસ ઉલ્લખનીય છે. લોકલાગણીને પામીને ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં સ્‍વર્ણિમ ગુજરાત અંતર્ગત ઝવેરચંદ મેઘાણીના જે ઐતિહાસિક જન્‍મસ્‍થળને સહુપ્રથમ વખત જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્‍યું હતું તેનો પણ સુયોગ્‍ય રીતે જીર્ણોધ્‍ધાર કરવામાં આવ્‍યો છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ મંત્રી મુળુભાઈ બેરાને પુસ્‍તક અર્પણ કરીને ભાવભર્યું સ્‍વાગત કર્યું હતું. 

 ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્‍ય જગદીશભાઈ મકવાણા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને લીંબડીના ધારાસભ્‍ય કિરીટસિંહ રાણા, ચોટીલાના ધારાસભ્‍ય શામજીભાઈ ચૌહાણ, રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર (આઈએએસ), સુરેન્‍દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક (આઈએએસ), જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (આઈપીએસ), ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જીએએસ), ખ્‍યાતનામ લોકગાયક અને સંસ્‍કાર ભારતી (ગુજરાત પ્રાંત)ના અધ્‍યક્ષ અભેસિંહ રાઠોડ, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ અધ્‍યક્ષ હિતેન્‍દ્રસિંહ ચૌહાણ અન્રે ઉપાધ્‍યક્ષ રાજભા ઝાલા, રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગના નાયબ સચિવ સી.બી. પરમાર, ઉપસચિવ અને ગ્રંથાલય નિયામક સુનિલભાઈ સલુજા, પુરાતત્‍વ અને સંગ્રહાલયના નિયામક ડો. પંકજભાઈ શર્મા, રાજ્‍ય ગ્રંથપાલ ડો. પંકજભાઈ ગોસ્‍વામી, મદદનીશ ગ્રંથાલય નિયામક લલિતભાઈ મોઢ, મંત્રી મુળુભાઈ બેરાના પીએ તુષારભાઈ પ્રજાપતિ, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ સંઘના પ્રમુખ અને સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિના મંત્રી પરાગભાઈ ત્રિવેદી, સુરેન્‍દ્રનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર, ગૌતમભાઈ ગેડીયા, નાથાભાઈ સંઘાણી, ચોટીલા મામલતદાર (ઈન્‍ચાર્જ) દેવેન્‍દ્રભાઈ વ્‍યાસ, તાલુકા વિકાસ અધિકારી અંજલિબેન ચૌધરી અને પોલીસ ઈન્‍સપેકટર આર. એમ. સંગાડા, ચોટીલા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ જયદીપભાઈ ખાચર, પ્રમુખ રવિરાજભાઈ ખાચર અને મહામંત્રી પરેશભાઈ શાહ અને કિશોરભાઈ ચાવ, ચોટીલા નગરપાલિકા પ્રમુખ અલ્‍કાબેન મુકેશભાઈ શાહ અને ઉપપ્રમુખ કમલેશભાઈ પંડ્‍યા, મુકેશભાઈ શાહ, સજુભાઈ ઝાલા, લોકગાયક નીલેશભાઈ પંડ્‍યા, શિક્ષણ-જગતમાંથી શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, કિરતારસિંહ પરમાર, ઉગ્રસેનસિંહ ગોહિલ અને હર્ષદબા જાડેજા, બ્રિજભાઈ ઠક્કર (દિલ્‍હી), પ્રદીપભાઈ ખાચર, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, પુરાતત્‍વ અને સંગ્રહાલય નિયામકની કચેરીના ભારતભાઈ શાહ, મેહુલભાઈ ચૌધરી અને મિલનભાઈ પરમાર, મદદનીશ ગ્રંથપાલ સોનલબેન જોષી, વામા કોમ્‍યુનિકેશન્‍સના વંદનાબેન રાજ, રાજભાઈ પરીખ અને સૌરીનભાઈ પટેલ, એઆરજી ક્રિએશનના અવિનાશભાઈ ગોયલ, હાઈકોન ઈન્‍ફ્રાના સચિનભાઈ નસિત, આઈઆરક્‍લાસ સિસ્‍ટમ એન્‍ડ સોલ્‍યુશન્‍સના જીતભાઈ વ્‍યાસ, ચિંતનભાઈ મણિયાર અને ફઝલભાઈ ચાવડા, રમેશભાઈ બદ્રેશિયા, મિહિરસિંહ રાઠોડ, ચિરાગભાઈ કોટક, ભરતસિંહ ચુડાસમા, વાલજીભાઈ પિત્રોડા સહિત મોટી સંખ્‍યામાં મેઘાણી-ચાહકો, વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને નગરજનોની ઉપસ્‍થિતિ રહી હતી.   

 ઐતિહાસિક જન્‍મસ્‍થળ અને પુસ્‍તકાલયમાં પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન દ્વારા સ્‍થાપિત મનોરમ્‍ય મેઘાણી-પ્રતિમાઓને પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ હતી. સહુએ સંગ્રહાલય અને પુસ્‍તકાલયને રસપૂર્વક નિહાળ્‍યા હતા. લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતોની હ્રદયસ્‍પર્શી રજૂઆત થકી સહુને ડોલાવી દીધા હતા. દિલ્‍હી નિવાસી સેવાભાવી, વૃક્ષ-પ્રેમી બ્રિજભાઈ ઠક્કરનું આ અવસરે વન મંત્રી મુળુભાઈ બેરાના વરદ્‌?-હસ્‍તે અભિવાદન કરાયું હતું. મોરબી જિલ્લાના ટંકારાના મૂળ વતની એવા બ્રિજભાઈ ઠક્કરે વર્ષ ૨૦૨૧માં માત્ર ૨૫ વર્ષની યુવા વયે આપણી વચ્‍ચેથી વિદાય લેનાર પોતાના વ્‍હાલા પુત્ર વરૂણભાઈની પુણ્‍યસ્‍મળતિમાં માઁ ચામુંડા ચોટીલા ડુંગર પરિર્ક્‍મા પથની બન્ને બાજુ તેમજ ખાલી જ્‍ગ્‍યાઓમાં વરૂણ વનમાં વિવિધ પ્રકારના ૨૦૦૦ જેટલાં વળક્ષોનું વાવેતર અને ઉછેર માટે અનુદાન આપ્‍યું છે.

વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્‍ય, લોકસાહિત્‍ય, પત્રકારત્‍વ તેમજ આઝાદીની લડતમાં એમનું અનન્‍ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેવી મંત્રી મુળુભાઈ બેરાએ ભાવાંજલિ અર્પણ કરી હતી. આ સ્‍મળતિ-સ્‍થળની મુલાકાત લઈને નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કળતિ-સાહિત્‍ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થશે તેમજ રાષ્‍ટ્ર-ભાવના અને જીવન-મૂલ્‍યોનું સંસ્‍કાર-સિંચન થશે તેવી લાગણી વ્‍યક્‍ત કરી હતી. ચામુંડા માતાજીની પાવન તીર્થભૂમિ તરીકે ચોટીલા જગપ્રસિધ્‍ધ છે. ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિમાં નવનિર્મિત ભવ્‍ય સંગ્રહાલય અને પુસ્‍તકાલયને લીધે સાંસ્‍કળતિક તીર્થ તરીકે પણ વિશ્વભરમાં ખ્‍યાતિ પામશે તેવી શ્રધ્‍ધા વ્‍યકત કરી હતી. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત બાલ્‍યાવસ્‍થાની લીલાભૂમિ રાજકોટ સ્‍થિત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર ૮ તથા શૌર્યભૂમિ ધંધુકા સ્‍થિત જિલ્લા પંચાયત રેસ્‍ટ-હાઉસનો પણ સ્‍મળતિ-સ્‍થળ તરીકે સુયોગ્‍ય રીતે વિકાસ કરવામાં આવ્‍યો છે તેમ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્‍યું હતું. 

ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, સાંસ્‍કળતિક મંત્રી મુળુભાઈ બેરા તથા રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર (આઈએએસ) તેમજ પુરાતત્‍વ અને સંગ્રહાલયના નિયામક ડો. પંકજભાઈ શર્મા, પૂર્વ ગ્રંથાલય નિયામક ડૉ. પંકજભાઈ ગોસ્‍વામી, ઉપસચિવ અને ગ્રંથાલય નિયામક સુનિલભાઈ સલુજા, મદદનીશ ગ્રંથાલય નિયામક લલિતભાઈ મોઢ ઉપરાંત સમસ્‍ત સુરેન્‍દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર - પૂર્વ કલેકટર કે. સી. સંપટ (આઈએએસ), કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર પટેલ (આઈએએસ), જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક (આઈએએસ), નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા (જીએએસ), ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જીએએસ)નો પિનાકી મેઘાણીએ હ્રદયથી આભાર માન્‍યો હતો. આ ઐતિહાસિક સ્‍મળતિ-સ્‍થળ સતત જીવંત અને ચેતનવંતુ રહે તે માટે પોતે નિઃસ્‍વાર્થભાવે સવિશેષ કાર્યરત રહેશે તેમ પણ પિનાકી મેઘાણીએ લાગણીભેર જણાવ્‍યું હતું.(૯.ર૬)

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્‍થાન

(મો.  ૯૮૨૫૦૨૧૨૭૯)

(1:50 PM IST)