News of Tuesday, 9th September 2025
હાલારના બંને જિલ્લાઓમાં PGVCLને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ૧ કરોડ ૯૩ લાખનું નુકસાન
કુલ ૭૮૮ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો :બંને જિલ્લાઓમાં ચાલુ ચોમાસાની સિઝનમાં ૩૨૧૮ ફીડરોમાં નુકસાની થઈ હતી

જામનગર,તા.૯
હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસાના સમયગાળા દરમિયાન પીજીવીસીએલને તોફાની પવન અને વરસાદના કારણે કુલ ૧.૯૩ લાખનું નુકસાન થયું છે. ચાલુ વરસાદી સિઝન દરમિયાન પડેલા ધોધમાર વરસાદને કારણે જામનગર જિલ્લાના અને દેવભૂમિ-દ્વારકા જિલ્લાના કુલ ૭૮૮ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. જો કે અત્યાર સુધીમાં તમામ ગામોમાં વિજ પુરવઠો ફરીથી કાર્યરત બનાવી દેવાયો છે. હાલારના બંને જિલ્લાઓમાં ચાલુ ચોમાસાની સિઝનમાં ૩૨૧૮ ફીડરોમાં નુકસાની થઈ હતી, જે પૈકીના તમામ ૩૨૧૮ ફીડર ઊભા કરી લેવાયા છે. આ ઉપરાંત ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે બંને જિલ્લામાં ૧૫૮૦ વિજ પોલ પડી ગયા હતા, જે પૈકી ૧૫૭૪ વિજ પોલ ફરીથી ઊભા કરી દેવામાં આવ્યા છે, જ્યારે હજુ ૬ થાંભલા ઉભા કરવાના બાકી રહ્યા છે, જેની કામગીરી ચાલી રહી છે. આમ કુલ ચોમાસાની સિઝનમાં વિજતંત્રને ૧.૯૩ લાખની નુકસાની થઈ છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
