<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા: સમારકામ કરવા માંગ.

વરસાદી માહોલમાં આ ખાડાઓ પાણીથી ભરાઈ જતા હોવાના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેક્સસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ખાડાઓ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં અને વરસાદી માહોલમાં આ ખાડાઓ પાણીથી ભરાઈ જતા હોવાના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે ત્યારે તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું સમારકામ કરવાની માંગ કરી છે.

(10:52 PM IST)