તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
કેશોદ, પોરબંદર, ભાવનગરનું એરપોર્ટનું વિસ્તરણ કરાશે : , દ્વારકા અને દાહોદમાં નવા બનાવાશે
કેશોદ એરપોર્ટ વિસ્તરણ માટે 205 એકર સરકારી અને ખાનગી જમીન એરપોર્ટ ઓથોરિટીને અપાઈ છે. દ્વારકા અને દાહોદમાં નવા એરપોર્ટ માટે જમીન મેળવાની કામગીરી પ્રગતિમાં

અમદાવાદ : રાજ્યમાં ત્રણ એરપોર્ટનું કામ પ્રગતિ હેઠળ તેમજ બે નવા બનાવવાનું આયોજન છે. કેશોદ, પોરબંદર, ભાવનગરનું એરપોર્ટનું વિસ્તરણ કાર્ય પ્રગતિમાં હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. દ્વારકા અને દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસવાની કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું છે. કેશોદ એરપોર્ટ વિસ્તરણ માટે 205 એકર સરકારી અને ખાનગી જમીન એરપોર્ટ ઓથોરિટીને અપાઈ છે. દ્વારકા અને દાહોદમાં નવા એરપોર્ટ માટે જમીન મેળવાની કામગીરી પ્રગતિમાં છે. પોરબંદર અને ભાવનગર એરપોર્ટ વિસ્તરણ માટેની વધારાની જમીન મેળવવા કામગીરી ચાલી રહી છે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
