News of Wednesday, 10th September 2025
મોરબીના મયુરબ્રીજ પર સેલ્ફી પોઈન્ટને નુકશાન કરનાર અજાણ્યા શખ્શ વિરુદ્ધ ગુનો નોંધાયો.
સેલ્ફી પોઈન્ટ લવ મોરબી અંદાજીત કીમત રૂ ૨ લાખને કોઈ અજાણ્યા શખ્સે નુકશાન કર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની શાન અને મોરબીવાસીઓ માટે વિસામાની કે પછી જોગીંગ માટેની એકમાત્ર ફેવરીટ જગ્યા એવા મયુરબ્રીજ પર આઈ લવ મોરબી સેલ્ફી પોઈન્ટ મહાનગરપાલિકા દ્વારા મુકવામાં આવ્યો હતો જે સેલ્ફી પોઈન્ટને નુકશાન કરનાર અજાણ્યા શખ્શ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મોરબીના નવલખી રોડ પર રહેતા અને મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સૂર્યકાન્તભાઈ કલાપાભાઈ પાટીલ (ઉ.વ.૫૩) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ ઓગસ્ટના રોજ મોરબીના મયુર બ્રીજના મધ્ય ભાગે મહાનગરપાલિકા દ્વારા મુકવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ લવ મોરબી અંદાજીત કીમત રૂ ૨ લાખને કોઈ અજાણ્યા શખ્સે નુકશાન કર્યું હતું મોરબી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
