હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 10th September 2025
માળિયા હાઈવે પર ટ્રક રીવર્સ લેતા બાઈકને હડફેટે લીધું : ઈજાગ્રસ્ત યુવાનનું મોત
માળિયા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા હાઈવે પર ટ્રક ચાલકે ટ્રક રીવર્સ લેતી વખતે બાઈક સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
હળવદના ચરાડવા ગામે રહેતા ભુપતસિંહ રમેશભાઈ વાદી (ઉ.વ.૩૨) વાળાએ ટ્રક આરજે ૦૯ જીસી ૫૮૭૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલકે માળિયા હાઈવે પર એડટોન કારખાના સામે રોડ પર આગળ પાછળ ધ્યાન રાખ્યા વગર બેદરકારીપૂર્વક અચાનક ટ્રક રીવર્સ લીધો હતો અને બળવંતભાઈના મોટરસાયકલ જીજે ૩૫ પી ૯૦૬૬ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં બળવંતભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી પોતાનો ટ્રક લઈને ટ્રક ચાલક નાસી ગયો હતો માળિયા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
