<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

ભુજના બંને તળાવો હમીરસર અને દેશલસરનું જળપૂજન કરી વાજતેગાજતે વધામણા : તળાવો છલકાયા બાદ વધાવવાની રાજાશાહીથી ચાલી આવતી પરંપરા

શ્રીફળ સાથે બંને વધાવનારાઓએ સોનાના સિક્કાની પોટલી જળદેવતાને અર્પણ કરી એ સાથે જ તરવૈયાઓમાં આ પોટલી શોધવાની હોડ જામી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : પાછતરા સારા વરસાદથી ભુજના બે તળાવો ઓવરફ્લો થઈ જતા બંને તળાવોને જળપૂજન કરી શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વાજતેગાજતે વધાવવામાં આવ્યા હતા. રાજાશાહીમાં રાજવી પરિવાર દ્વારા અને સ્વત્રાંત્રતા બાદ શહેરના નગરપાલિકા પ્રમુખ દ્વારા તળાવ વધાવવાની પરંપરા છે. હમીરસર તળાવને ભુજ પાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીએ વધાવ્યું હતું. જ્યારે દેશલસર તળાવને ભુજ પાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કરે વધાવ્યું હતું. શ્રીફળ સાથે બંને વધાવનારાઓએ સોનાના સિક્કાની પોટલી જળદેવતાને અર્પણ કરી એ સાથે જ તરવૈયાઓમાં આ પોટલી શોધવાની હોડ જામી હતી. તળાવ વધાવવામાં કારોબારી ચેરમેન મહીદિપસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજ પાલિકાના પૂર્વ પ્રમુખો ઉપરાંત રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા.


 

(9:23 AM IST)