<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

નવલખી રોડ પરની નીલકંઠ રેસિડેન્‍સી પાસે પાણી નિકાલના અભાવે લોકોને હાલાકી

 

મોરબીઃ નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસિડેન્‍સી પાસે રસ્‍તા પર પાણીનો નિકાલ ન થતો હોવાથી આસપાસના રહીશો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

આ રજુઆતમાં જણાવવામાં આવ્‍યું હતું કે, રેસિડેન્‍સી પાસે રસ્‍તા કેટલાક સમયથી રોડ રસ્‍તાની કામગીરી કરવામાં આવતી હતી. આ કામગીરી છેલ્‍લા ૨૫ દિવસથી બંધ હોવાથી વરસાદનું પાણી આ રસ્‍તા પર ભરાઈ ગયું હતું. જેના કારણે લોકોને આવવા જવામાં મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્‍તા પર પાણી ભરાઈ જતા અનેક લોકો પાણીમાં પડયા હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયા છે. ત્‍યારે તાત્‍કાલિક ધોરણે આ રસ્‍તાની કામગીરી કરવા માંગ ઉઠવા પામી છે.

(9:40 AM IST)