<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

વાછકપરમાં કૃપાલીબેન ઝેરી દવા પી ગયાઃ મોત

રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૦: ટંકારા તાબેના વાછકપર ગામે એક મહિલા વાડીએ ઝેરી દવા પી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જાણવા મળ્‍યા મુજબ વાછકપર ગામે રહેતાં કૃપાલીબેન હીરાભાઇ સાકરીયા (ઉ.વ.૩૬) નામના મહિલા ખેતરમાં હતાં ત્‍યારે ત્‍યાં પાકમાં છાંટવાની દવા પી જતાં સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ તેમણે અંતિમશ્વાસ લઇ લેતાં ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં હેડકોન્‍સ. રવિભાઇએ જરૂરી કાર્યવાહી કરી ટંકારા જાણ કરી હતી. વધુ તપાસ ટંકારા પોલીસે હાથ ધરી હતી.

(11:26 AM IST)