News of Wednesday, 10th September 2025
ઉના : ૬૦ ફૂટ ઉંડા કુવામાં પડી ગયેલા બાળસિંહને બચાવાયું

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૧૦: દ્રોણ ગામની સીમમાં રમતા રમતા ૬૦ ફૂટ ઉંડાપાણીમાં પડી ગયેલ એક બાળસિંહને વન વિભાગની ટીમે જાણ થતા ‘‘રેસ્કયુ'' કરીને બાળસિંહને સલામત રીતે બચાવી લીધુ હતું.
દ્રોણ ગામની સીમમાં આવેલ ઘનશ્યામ ભાઈ પ્રાગજી ભાઈ ઠુંમરની વાડી પાસે છેલ્લા ઘણા દિવસોથી બે સિંહણ અને ત્રણ સિંહ બાળ વસવાટ કરે છે જેમાં એક માદા સિંહ બાળ રમતા રમતા ખુલ્લા ૬૦ ફૂટ પાણી ભરેલ કૂવા માં પડી ગયેલ જેની જાણ વાડી માલિક ઘનશ્યામ ભાઈને થતા તેમણે કૂવામાં દોરોડા બાંધી ખાટલો તરતા સિંહબાળ તેમાં બેસી ગયું હતું.
દ્રોણ ગામના સરપંચ જોરૂભા મકવાણાને જાણ કરતા તેમણે જસાધાર ગીર વન વિભાગની કચેરીના આર. એફ.ઓ. શ્રી ભરવાડને કરતા તેમણે તુરંત સ્ટાફને પાંજરા સાથે રેસ્કયૂ કરવા મોકલતા તેમણે અને ગામ ના લોકો એ સલામત રીતે સિંહ માદા બાળ ને પાંજરામાં પૂરી બહાર કાઢેલ હતા. અને સારવાર અને તપાસ માટે જશાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવેલ છે અને તપાસ કરી ફરી તેમના તેમના સિંહણ ગ્રુપમાં છોડી મૂકવામાં આવશે તેમ આર.એફ.ઓ. શ્રી ભરવાડે જણાવેલ છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
