તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
ટંકારા-મોરબી રોડ ઉપર પેચવર્ક ન કરાય તો હાઈ-વે ચક્કાજામ
ટંકારા મોરબી રોડ ઉપર ખાડા કે ખાડામાં રોડ વાહન ચાલકો હેરાન પરેશાનઃ રાજકિય અગ્રણી રાજકોટિયાની ચિમકીઃ એક અઠવાડિયામાં પેચવર્ક ચાલુ ન થાય તો કચ્છને જોડતો હાઈવે ચક્કાજામ કરશે

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૧૦: ટંકારાથી મોરબી તરફ જવાના મુખ્ય માર્ગની હાલત મગરના પિઠ જેવી થઈ જતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ટંકારા અગ્રણી મહેશ રાજકોટિયા મેદાનમાં ઉતર્યા છે અને આ રોડના ઈન્ચાર્જ રાજકોટ ડિવિઝનના એસ આર પટેલનો સંપર્ક કરી માર્ગની અવગતિ અંગે વાકેફ કર્યા હતા અને આ રોડ તાત્કાલિક એક અઠવાડિયામાં પેચવર્ક કરીને ચાલવા લાયક બનાવવા રજૂઆત કરી હતી જો કોઈ આના બાના હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ન કરવામાં આવી તો ના છુટકે ટિમ સાથે મેદાનમાં આવી કચ્છ ને જોડતો રાજકોટ મોરબી રોડ બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે રોડના ઈન્ચાર્જ ઈજનેરે એસ આર પટેલનો સંપર્ક કરતા એમણે જણાવ્યું હતું કે રાજકોટિયાની રજૂઆત મળી છે હાલે તાકીદે કોન્ટ્રાક્ટરને ફ્લો વર્ક કરી અઠવાડિયામાં પ્લાન ચાલુ કરવા અને જરૂરી પેચવર્ક કરવા આદેશ આપી દિધાનુ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી વાવડી ચોકડી પિપડીયા ચોકડી દલવાડી સર્કલ શનાળા ચોકડી લજાઈ ચોકડી ટંકારા ચોકડી ઉપર ગોઠણસમા ખાડા હોય રિતસર વાહન ડેમેજ થઈ ભારે નુકસાન અને છાસવારે ટ્રાફિક જામ નાના મોટા અકસ્માત કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એવામાં રાજકોટિયા મેદાનમાં ઉતાર્યા હોય ભુતકાળમાં પણ પ્રજા પ્રશ્નને હાઈવે ચક્કાજામ કરી ચુકયા છે અને ઈનસન્ટલી કામ કરવા જાણીતા સ્વભાવથી અધિકારી વાકેફ છે એ કારણે અધિકારી આલમમાં પણ સમસ્યા સુલઝાવવા માટે ગતિવિધિઓ તેજ બની છે. અને વાહન ચાલકો પણ મુશ્કેલ માર્ગ મરામતમાં મહેશ રાજકોટિયાની ચિમકીથી કામગીરી પૂર્ણ થવાની આશા સેવાઈ રહી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
