News of Wednesday, 10th September 2025
પોરબંદર જવાહર નવોદય વિદ્યાલયમા ‘યુવા સંસદ' કાર્યક્રમમા રામભાઈ મોકરીયા ઉપસ્થિતઃ વિદ્યાર્થીઓ સાથે સંવાદ

પોરબંદર : પોરબંદર ખાતે આવેલ ભારત સરકારના એચ.આર.ડી. વિભાગ દ્વારા સંચાલિત, પી.એમ. જવાહર નવોદય વિદ્યાલયમા વિદ્યાર્થીઓમાં નેતળત્વનાં ગુણોનો વિકાસ થાયતે માટે શાળા મેનેજમેન્ટ દ્વારા ‘યુવા સંસદ'નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ દિપ પ્રગટાવી યુવા સંસદને ખુલ્લી મૂકી હતી તેમજ શાળા સંચાલકો દ્વારા રામભાઈ મોકરીયાનું શાલ ઓઢાડીને ઉસ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, ભારતના ભાવિ નાગરિકોમાં નેતળત્વના ગુણોનો વિકાસ થાય અને સારા દેશ નેતા બંને અને રાષ્ટ્ર નિર્માણમા સહભાગી બંને તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાનું ભારત ‘સુપરપાવર' બંને તે માટે વિદ્યાર્થીઓ યોગદાન આપે તે જરૂરી છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે તેવી શીખ આપી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય સુરેશભાઈ, પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને ‘યુવા સંસદ' માં રસ પૂર્વક ભાગ ભાગ લીધો હતો. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ શાળા સંકુલ, ભોજનાલય વિગેરેની મુલાકાંત લીધેલ હતી અને વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરી હતી અને વિદ્યાલયમાં ચાલતી પ્રવળત્તિઓની જાણકારી મેળવી ખુબજ પ્રભાવિત થયેલ હતા.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
