<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

બે વર્ષ પહેલાં અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં પસંદ થયેલ ચોરવાડના વિર જવાન રાકેશભાઈ ડાભી શહીદ થતા ઘેરો શોક

લેહમાં ફરજ પર હતા ત્‍યારે બરફનું તોફાન આવતા તાો સ્‍લાઈડીંગ થતા અન્‍ય બે જવાન પણ શહીદ થયાઃઆવતીકાલે માન સન્‍માન સાથે અંતિમવિધિ

જૂનાગઢ તા. ૧૦ : લેહમાં બરફના તોફાન વખતે ચોરવાડના વતની જવાન શહીદ થતા શોક ફેલાયો છે.કાલે તા.૧૧ના ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ યાત્રા નીકળશે.

  ચોરવાડની સીમમાં રહેતા રાકેશભાઈ દેવભાઈ ડાભી બે વર્ષ પહેલાં અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં પસંદ થયા હતા. મહાર યુનિટમાં હતા. હાલ તેઓ લેહમાં ફરજ પર હતા ત્‍યારે બરફનું તોફાન આવતા તાો સ્‍લાઈડીંગ થયું હતું. માજી સૈનિક સેવા ફાઉન્‍ડેશનના સૂત્રોએ જણાવ્‍યું હતું કે સ્‍લાઈડીંગ થવાથી ચોરવાડના રાકેશભાઈ ડાભી અને અન્‍ય બે જવાન શહીદ થયા છે. તા. ૧૧ના સેનાના જવાનો  દ્વારા વતન ચોરવાડમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમયાત્રા નીકળશે. હાલ  જવાન શહીદ થયાના સમાચારથી ચોરવાડમાં ગમગીની વ્‍યાપી ગઈ છે. (પ-૧૮)

(3:49 PM IST)