<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

માંગરોળના દિવાસા, વિરોલ, શીલમાં જાહેરમાં જુગાર રમતા ૧૬ શખ્‍સો ઝડપાયા

ત્રણેય જગ્‍યાએથી પોલીસે રોકડ સહિત ૩૦,૮૭૦નો મુદ્દામાલ કબ્‍જે લીધો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૦: માંગરોળના દિવાસા, વિરોલ તથા શીલમાં જાહેરમાં જુગાર રમતા ૧૬ શખ્‍સોને પોલીસે ૩ પકડી પાડી રોકડ સહિત ૩૦,૮૭૦નો મુદ્દામાલ કબ્‍જે લીધો હતો.

શીલ પોલીસે દિવાસા ગામે રાતડા સીમ વિસ્‍તારમાં જાહેરમાં જુગાર રહેલા સાંગાવાડાનો રમેશ મેણશીભાઈ માલમ, દિવાસાનો પુનિત રામદે બારીયા, લખમણ ધનજી વાજા, માધવપુરનો પિયુષ હીરાભાઈ માવદીયાને રૂપિયા ૭૩૨૦ની રોકડ સાથે તેમજ વિરોલ ગામમાં ઉપરકોટ વિસ્‍તારમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા અશોક ભીખા કામળીયા, રાકેશ નેભાભાઈ બાલસ, મુકેશ ભીખુ સવનિયા, યોગેશ રામદે વાઢીયા, ફેજલ યુસુફ ચૌહાણ અને નેભા ચીનાભાઈ બાલસને રૂપિયા ૧૮,૨૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત શીલમાં ખારાઝાપા વિસ્‍તારમાં પોલીસે રેઇડ કરી જાહેમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે જુગાર ખેલતા માનવ બાલુ ઘોડાદ્રા, સહદેવ વિરમ ભરડા, હાર્દિક અરુણ માળી, હેમલ મનાભાઈ ભરડા, વિજય સામત ડાકી તથા કેતન મોહન ડાકી સહિત ૬ શખ્‍સને રૂપિયા રૂપિયા ૫૩૨૦ની રોકડ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:09 PM IST)