<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

જેતપુરમાં બંધ મકાનમાંથી વૃધ્‍ધ દિનકરભાઇ મહેતાની કોહવાયેલ હાલતમાં લાશ મળી આવી

તસ્‍વીરમાં વૃધ્‍ધનો કોહવાયેલ મૃતદેહ અને ઘટના સ્‍થળે પોલીસ નજરે પડે છે. (તસ્‍વીર : કેતન ઓઝા, જેતપુર) 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૦:  જેતપુરમાં એક બંધ મકાનમાંથી વૃદ્ધાનો કોહવાયેલ ગયેલ હાલતમાં મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જેતપુર અમરનગર રોડ ડોબરીયાવાડી, જેમીની વાળી શેરી વિસ્‍તારમાં બંધ મકાનમાંથી કોહવાયેલ હાલતમાં વૃધ્‍ધનો મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં મૃતકે દિનકરભાઇ મહેતા નામના ૭૦ વર્ષીય વૃદ્ધ હોવાનું અને તેઓ એકલા જ રહેતા હોવાનું ખુલ્‍યું છે. જેતપુર શહેર પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્‍પીટલમાં ખસેડી મોતના કારણ અને તપાસ હાથ ધરી છે. (૯.ર૧)

 

જુનાગઢ તાલુકા, વંથલી, બિલખા, જેતપુરના ગુન્‍હાનો આરોપી ઝબ્‍બે

જુનાગઢ, તા. ૧૦: જૂનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લા તથા બીલખા તથા જુનાગઢ તાલુકા તથા જેતપુર સીટી પો.સ્‍ટેના દારૂના ૪ ગુનાના કામે નાસતો ફરતો આરોપી અજય ઉર્ફે શાષાી મકવાણા રહે જુનાગઢ વાળો હાલ તેના રહેણાક મકાને સ્‍વપ્નલોક સોસાયટીની બાજુમા યુદભાઇ દેવીપુજકના ભાડાના મકાનમાં હાજર હોવાની હકિકત મળતા તપાસ કરતા હાજર મળી આવેલ હોય અને ઉપરોક્‍ત ગુન્‍હાઓના કામે નાસતો ફરતો હોવાની કબુલાત આપતો હોય હસ્‍તગત કરી આગળની કાર્યવાહી અર્થે ક્રાઇમ બ્રાંચ જુનાગઢને સોપવામાં આવેલ છે.

(1:11 PM IST)