News of Thursday, 11th September 2025
મોરબીના લીલાપર રોડ પર પાણીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ ૨૦ કલાકે બેઠા પુલ પાસેથી મળ્યો.
યુવાનનો મૃતદેહ તણાઈને મોરબીના બેઠા પુલ સુધી પહોંચ્યો હતો તરવૈયાઓની ટીમે મૃતદેહ પરિવારને સોપ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના લીલાપર રોડ પર મંગળવારે બપોરે એક યુવાન મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયો હતો જેથી ફાયર ટીમે શોધખોળ હાથ ધરી હતી અને યુવાનનું પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મૃતદેહ તરતો તરતો મચ્છુ નદીને પાર કરી બેઠા પુલ પાસેથી મળ્યો હતો.
મોરબીના લીલાપર રોડ પર મહાદેવ કારખાના પાસે રહેતા કિશોરભાઈ બચુભાઈ વાઘાણી (ઉ.વ.૩૪) નામના યુવાન મંગળવારે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં લીલાપર રોડ પરથી પસાર થતી મચ્છુ નદીમાં પડી ગયો હતો પાણીમાં યુવાન પડી જતા મોરબી ફાયર ટીમને તુરંત જાણ કરવામાં આવી હતી અને તરવૈયાઓની ટીમે શોધખોળ હાથ ધરી હતી જોકે સાંજ સુધી તપાસ કરવા છતાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો ના હતો અને યુવાનનું પાણીમાં ડૂબી જતા મોત થયું હતું યુવાનનો મૃતદેહ તણાઈને મોરબીના બેઠા પુલ સુધી પહોંચ્યો હતો તરવૈયાઓની ટીમે મૃતદેહ પરિવારને સોપ્યો છે અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
