News of Thursday, 11th September 2025
મોરબી જીલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમીનારમાં જીલ્લાની ૨૦ સ્કૂલના ૬૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
આ સ્પર્ધકો માંથી બેસ્ટ રજુઆત કરનાર બે સ્પર્ધકો રાજ્યકક્ષા એ ભાગ લેવા સાયન્સ સીટી અમદાવાદ ખાતે જશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ ૨૦૨૫ નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું જીલ્લા કક્ષાના સાયન્સ સેમીનારમાં મોરબી જીલ્લાની ૨૦ શાળાના ૬૩ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અતિથી તરીકે એમ એમ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. એચ સી માંડવીયા, પ્રોફેસર રેખાબેન કચોરીયા, શિક્ષક અજયભાઈ પાટડીયા, અને રાજેશ્વરીબેન પંડ્યા સહિતના ઉપસ્થિત રહયા હતા અને નિર્ણાયક તરીકે યોગદાન આપ્યું હતું.
આ નેશનલ સાયન્સ સેમીનાર-25 માં વિજેતા વિધાર્થીઓ (1) ડેમીરા કે. કક્કડ , શ્રી ઑમશાંતિ ઈ.મી.સ્કૂલ વિરપર (2) મધુ રાજવી, શ્રીમતી.એલ. કે. સંઘવી ગર્લ્સ હાઈસ્કૂલ વાંકાનેર (3) રામાનુજ હર્ષ , શ્રી આર.બી.પટેલ હાઈસ્કૂલ ખરેડા (4) કંઝારીયા નિશા, શ્રી ડી.જે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી આ સ્પર્ધકોમાંથી બેસ્ટ રજુઆત કરનાર બે સ્પર્ધકો રાજ્યકક્ષાએ ભાગ લેવા સાયન્સ સીટી અમદાવાદ ખાતે જશે આ નેશનલ સાયન્સ સેમીનાર-25 માં ભાગ લીધેલ બધાજ સ્પર્ધકો, શિક્ષકઓ તથા સ્કૂલ તથા વાલીઓ ને ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ આપ્યા હતા
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
