<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભુજ નજીક પધ્ધર ગામે સેવા કેમ્પનું આયોજન.

-- કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ચા-નાસ્તો, અને 24 કલાક મેડિકલ સુવિધા જેવી સગવડો પૂરી પાડવામાં આવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભુજ નજીક પધ્ધર ગામે સેવા કેમ્પનું આયોજન થયેલ છે, આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ચા-નાસ્તો, અને 24 કલાક મેડિકલ સુવિધા જેવી સગવડો પૂરી પાડવામાં આવશે. આ મંડળ છેલ્લા 23 વર્ષથી આ સેવા કાર્ય કરી રહ્યું છે, જેમાં આઠ વર્ષ વાહનો દ્વારા અને છેલ્લા 15 વર્ષથી આ સ્થાયી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આશાપુરા મિત્ર મંડળ, ગ્રીન ચોક દ્વારા માતાના મઢ જતા તમામ પદયાત્રીઓને આ સેવા કેમ્પનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે અશ્વિનભાઈ ઉભડીયા (99130 52330), પ્રફુલભાઈ પાટડીયા (98792 71793) મનુભાઈ બરાસરા (મનુકાકા) (98791 75277), હિમાંશુ પારેખ (81609 57930), પારસ પટેલ (98981 52867) નો સંપર્ક ક૨વા યાદીમાં જણાવાયું છે.

આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ચા-નાસ્તો, અને 24 કલાક મેડિકલ સુવિધા જેવી સગવડો પૂરી પાડવામાં આવશે. આ મંડળ છેલ્લા 23 વર્ષથી આ સેવા કાર્ય કરી રહ્યું છે, જેમાં આઠ વર્ષ વાહનો દ્વારા અને છેલ્લા 15 વર્ષથી આ સ્થાયી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આશાપુરા મિત્ર મંડળ, ગ્રીન ચોક દ્વારા માતાના મઢ જતા તમામ પદયાત્રીઓને આ સેવા કેમ્પનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે અશ્વિનભાઈ ઉભડીયા (99130 52330), પ્રફુલભાઈ પાટડીયા (98792 71793) મનુભાઈ બરાસરા (મનુકાકા) (98791 75277), હિમાંશુ પારેખ (81609 57930), પારસ પટેલ (98981 52867) નો સંપર્ક ક૨વા યાદીમાં જણાવાયું છે


 

(12:56 AM IST)