<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

કચ્છની રાજાશાહી સમયની મુન્દ્રાની શા બુખારી પીર દરગાહે ઉર્ષ યોજાયો :સૌરાષ્ટ્ર કચ્છથી મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યા માં ઉમટ્યા

એક સમયે સોના ચાંદીના દરવાજા ધરાવતી અને અંદાજે સાડા ત્રણસો વર્ષ જૂની મુન્દ્રાની રાજાશાહી સમય ની શા મુરાદ બુખારી દરગાહ પીર ની દરગાહે ચાદર પોશી નો કાર્યક્રમ યોજાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : એક સમયે સોના ચાંદીના દરવાજા ધરાવતી અને અંદાજે સાડા ત્રણસો વર્ષ જૂની મુન્દ્રાની રાજાશાહી સમય ની શા મુરાદ બુખારી દરગાહ પીર ની દરગાહે યોજાયેલ ઉર્ષ માં સૌરાષ્ટ્ર કચ્છમાંથી મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યા માં ઉમટ્યા હતા. પરંપરા અનુસાર શહેરની બુખારી દરગાહ થી ઝૂલુસ નીકળ્યો હતો જે શહેરના સોની બજાર, કંદોઈ બજાર, માંડવી ચોક, નદી વાળા નાકાથી પરત દરગાહ એ પહોંચ્યો હતો. બુખારી પીરની દરગાહ ના ગાદી નશીન તપસીલ ઉલ હક બાપુ એ જણાવ્યું હતું કે દર વર્ષ ની જેમ આ વર્ષ પણ દરગાહ માં ચાદર પોશી નો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ દરગાહ ને રોશની થી શણગારવા માં આવી હતી. દરગાહ ના પપ્પુ બાપુ એ જણાવ્યું હતું કે યાસીનશા બાપુ બુખારી દરગાહ એ સલામ ભરવા આવ્યા હતા. તેમજ દરગાહ ના ઉર્ષ માં ડેકોરેશન અને લાઇટિંગ માટે યાદે કરબલા કમિટી ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)


 

(8:55 AM IST)