તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
કચ્છમાં વરસાદે પશુઓનો ભોગ લીધો: હજી ૫ રસ્તા, ૮૦ વીજ ફીડર બંધ, ૩૦૮ વીજ થાંભલા જમીનદોસ્ત
વરસાદ બાદ તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી છતાં મોટો પડકાર : રાપરમાં ૨૦ , ભચાઉ માં ૧૧, ભુજમાં ૧૧ સહિત ૭૨ પશુઓના મોત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : કચ્છમાં વરસાદ બંધ થઈ ગયો છે. પરંતુ ભારે વરસાદમાં થયેલ નુકસાન વચ્ચે તંત્રએ યુદ્ધના ધોરણે આદરેલી કામગીરી વચ્ચે હજીયે મોટો પડકાર છે. અત્યાર સુધી વરસાદે ૪૨ પશુઓનો ભોગ લીધો છે. જ્યારે હજી ૫ રસ્તાઓ બંધ છે. જેમાં આર એન્ડ બી સ્ટેટ ના અબડાસાના ૨, જિલ્લા પંચાયત હેઠળ રાપરના ૨ તેમ જ માંડવીનો ૧ રસ્તો છે. જ્યાં ૧૯ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે એ પૂર્વ કચ્છ માં પીજીવીસીએલના ખેતીવાડીના ૭૨ વીજ ફીડર અને પશ્ચિમ કચ્છના ૮ વીજ ફીડર બંધ છે. ૩૦૮ વીજ પોલ પડી ગયા છે. ભારે વરસાદે રાપરમાં ૨૦ પશુઓ તેમ જ ભચાઉ માં ૧૧, ભુજમાં ૧૧ મળી ૭૨ પશુઓનો ભોગ લીધો છે.
(8:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
