તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
ભાવનગર નજીક રાજપરા પાસે અકસ્માત : બે બાઇક સવારના મોત

ભાવનગર, તા.૧૧: તળાજા જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર તણસા નજીક આવેલ રાજપરા બાયપાસ પર આ અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. કોઈ અજાણ્યા વાહને બાઇકને અડફેટે લીધું હતું આ ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજયા હતા. વિગતો અનુસાર મળતક વ્યક્તિઓના નામ જીવરાજભાઈ ભવાનભાઈ ધામેલીયા (ઉ. વ. ૬૦, રે.રાજપરા નં.૨) અને શામજીભાઈ છગનભાઈ જાદવ (ઉ. વ. ૫૦, રે.મુળ ઉચડી) બંનેના ધટના સ્થળે મોત નિપજયા હતા. શામજીભાઈ છગનભાઈ જાદવ મુળ તળાજાના ઉંચડી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઘણા વર્ષોથી રાજપરા ગામે ભાગ રાખી ગુજરાત ચલાવતા હતા. તેનો પરીવાર ઉંચડી ગામે રહે છે આ બંને વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. બનાવના પગલે સ્થાનિક પોલીસ તેમજ હાઈવે ટ્રાફિક શાખા ઘટના સ્થળે પહોંચી અને બંનેના મળતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
