<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

મુખ્‍યમંત્રી ૧૭મીએ મોરબીમાં ‘નમો વન' વડાપ્રધાનને વર્ચ્‍યુઅલી અર્પણ કરશે

મોદીના ૭૫માં જન્‍મદિવસે વિશેષ કાર્યક્રમ : ૭૫૦૦ પ્રજાજનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહેશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૧: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના ૭૫માં જન્‍મદિવસે તા.૧૭મીએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ મોરબી પધારવાના છે. તેઓ મોરબીમાં નિર્મિત ‘નમો વન' વડાપ્રધાનને વર્ચ્‍યુઅલી અર્પણ કરશે. આ કાર્યક્રમમાં ૭૫૦૦ પ્રજાજનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહેવાના છે.

આગામી  બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેમનો આ પ્‍લેટીનમ બર્થ ડે વિશેષ સેવા કાર્યથી ઉજવવા ભાજપ દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્‍યા છે. ધારાસભ્‍ય કાંતિલાલ અમળતિયા દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્‍યું છે. પર્યાવરણની રક્ષા માટે, જંગલો વધે અને પ્રકળતિનું ચક્ર સારી રીતે ચાલે તે માટે મોટી સંખ્‍યામાં વળક્ષો વાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે.

મોરબી પાંજરાપોળની વિશાળ જગ્‍યામાં, મચ્‍છુ ડેમ નં.૨ની બાજુમાં જોધપર ગામ નજીક સદભાવના વળદ્ધાશ્રમ ટ્રસ્‍ટ તથા વન વિભાગના સહયોગથી ૧૦ લાખ જેટલા વળક્ષોનું ‘નમો વન' મીયાવાકી જંગલ બનાવવામાં આવી રહ્યું છે. ૧૭ સપ્‍ટેમ્‍બરને બુધવારના રોજ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ મોરબી પધારશે. તેઓના હસ્‍તે આ ‘નમો વન' માનનીય પ્રધાનમંત્રીને વર્ચ્‍યુલી અર્પણ થશે. વડાપ્રધાનને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અનુસંધાનમાં ૭૫૦૦ પ્રજાજનો-કાર્યકરોની ઉપસ્‍થિતિમાં આ સમારોહ સંપન્ન થશે.(૨૩.૫)

(10:22 AM IST)