News of Thursday, 11th September 2025
જામનગરઃ સગીરા ઉપરના દુષ્કર્મ, પોકસોના ગુનામાં પકડાયેલ ૪ આરોપીને ર૦ વર્ષની સજા

જામનગર તા. ૧૧ :.. જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે ૯માંથી ૪ આરોપીઓને તકસીરવાન ઠેરાવી સજા ફટકારી હતી.
જેમાં હરપાલસિંહ અજીતસિંહ જાડેજા, કમલેશ ઉર્ફે કવા પટેલ, બાબભા ઉર્ફે ભીખુભાઈ જાડેજા, મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓને કોર્ટે ફટકારી સજા હતી.
નવ શખ્સોએ તરુણીને લલચાવી ફોસલાવી અલગ અલગ સ્થળોએ બળાત્કાર ગુજાર્યો હતો. જેથી ગર્ભવતી થયેલી તરુણિએ બાળકને જન્મ આપતા સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
આ કામે પંચકોશી એ. ડિવિઝન પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. ૨૦૨૨ના વર્ષમાં નોંધાયેલા ચકચારી કેસના કોર્ટે ચૂકાદો આપતાં ભોગ બનનાર અને તેની માતા તરફે વકીલ ધર્મેશ ગોંડલીયા અને સરકારી વકીલે કોર્ટમાં દલીલો કરી હતી.
સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ આરતી મોભેરાએ ૪ આરોપીઓને તકસીરવાન ઠરાવી પોસ્કો કલમ ૪ મુજબ ૧૦ વર્ષની કેદ અને ૧૦૦૦૦ નો દંડ ફટકરાયો હતો. જયારે પોસ્કો કલમ ૬ મુજબ ૨૦ વર્ષની જેલ અને ૫,૦૦૦ નો દંડ ઉપરાંત સગીરાને પાંચ લાખની વળતર આપવા હુકમ કર્યો હતો.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
