તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
રાજકોટ કાલાવડથી લોધીકા તાલુકા મથકને જોડતો રોડ તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર!
૨૦૨૫ મા બનેલ ખીરસરા રોડ છ માસમા અંદર સરકી ગયોઃ ચિભડા રોડથી હરીપર તરવડા રાવકી રોડમા મોટામોટા ગાબડા

ખીરસરા તા. ૧૧ :.. લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા ના કામો મા ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે.
રાજકોટ જીલ્લા ના લોધીકા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના ઉધૌગીક વિસ્તાર ને વેગ મળે તેમજ ગ્રામ્ય વિસ્તારને રોજગાર હેતુ સરકાર દ્વારા ચિભડા થી હરીપર તરવડા રાવકી માખાવડને જોડતો રોડ બનાવવા મા આવે છે તે થોડા જ મહિનાઓમાં ટુટી ને બે હાલ જોવા મળી રહેલ છે તો છ માસ પહેલા ખીરસરા પાસે થી રાજકોટ કાલાવડ રોડ ને જોડતો લોધીકા તાલુકા મથક ને જોડતો રોડ જે તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે તેમજ શાપર વેરાવળ ઉધૌગીક વિસ્તાર થી લોધીકા મેટોડા જીઆઇડીસી ને જોડતો એક માત્ર મુખ્ય માર્ગ તે પણ ટુક જ સમયમા જમીનની અંદર બેસી ગયેલા જોવા મળી રહેલ છે તો જનતા ના પૈસે બનતા રોડ રસ્તા ના કામો મા મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળી રહેલ છે કેમ મૌન છે તેવો સવાલો જનતામા ઉઠી રહેલ છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
