<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

જસદણ પાલિકામાં આજે નવાજૂનીના એંધાણ

ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને હાલ કોંગ્રેસના સભ્‍ય દ્વારા જસદણમાં ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ કરતા વર્તમાન બાંધકામ સમિતિના ચેરમેનનો ૧૧ વાગે પાલિકાએ આવી જવા પડકારઃ બિલ્‍ડર લોબીમાં ફફડાટ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૧ :..  જસદણ પાલિકામાં બેફામ પણે ચાલતા ભ્રષ્ટાચાર અને અનેક બિલ્‍ડિંગ ગેરકાયદેસર ખડકી દીધા હોય પૂર્વ ઉપપ્રમુખ દ્વારા બાંધકામ સમિતિના ચેરમેન કેમ પગલાં નથી લેતા તેઓ whatsapp ગ્રુપમાં આક્ષેપ કરતા આજે બંનેએ ૧૧ વાગે નગરપાલિકાએ આવી જવાનો પડકાર ફેંકતા નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે.

આ અંગે ગઈકાલે જસદણના એક whatsapp ગ્રુપમાં બંને વચ્‍ચે આક્ષેપ બાજી અને એકબીજાને ખુલ્લી ચેલેન્‍જ કરી હોય ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા બાંધકામ સામે પોલીસ ફરિયાદ સુધીની ચર્ચાઓ થતા બિલ્‍ડર લોબીમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.

D.M.D.M.નામના જસદણના whatsapp ગ્રુપમાં જસદણ નગરપાલિકાના ભાજપનાં પૂર્વ ઉપપ્રમુખ અને આ વખતે ભાજપે ટીકીટ ન આપતા કોંગ્રેસમાંથી વોર્ડ નં.એકમાંથી ચુંટાયેલા દિનેશભાઈ હિરપરા દ્વારા જસદણમાં ગેરકાયદેસર બાંધકામો સામે પગલાં ન ભરાતા હોવાનું નોટિસ સાથે અક્ષેપ કરતા આ ગ્રુપના જોડાયેલા બાંધકામ સમિતિના વર્તમાન ચેરમેન સોનલબેન વસાણી દ્વારા જવાબ આપી દિનેશભાઈ હિરપરાને પુરાવા સાથે આજે પાલિકા કચેરીએ ૧૧ વાગે પહોંચવાનો પડકાર કરતા દિનેશભાઈ હિરપરાએ આ પડકાર ઝીલી પહોંચવા જણાવ્‍યું હતું.

 

દિવસ દરમિયાન આ ગ્રુપમાં બંને વચ્‍ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા જેમાં સોનલબેન વસાણી દ્વારા પણ બાંહેધરી આપવામાં આવી છે કે ખોટું થયું હશે તો આ અંગે જરૂર પડશે તો હું પોલીસ ફરિયાદ પણ કરીશ બંને વચ્‍ચે ગ્રુપમાં થયેલ ઉગ્ર સંવાદો બાદ ગ્રુપના બીજા સભ્‍યો પણ અવાચક બની ગયા હતા.

દિનેશભાઈ હિરપરા દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે પગલાં નથી લેતા અને પાલિકા દ્વારા આવા લોકો સામે ભ્રષ્ટાચાર કરી સેટલમેન્‍ટ કરી લેતા હોવાના ખુલ્લા આક્ષેપોથી સોનલબેન વસાણી પણ ગુસ્‍સે થઈ ગયા હતા તેમણે પણ સામે પડકાર કરી દિનેશભાઈને તમે પાછળથી જ્ઞાતિબંધુના નામે સેટલમેન્‍ટ કરી લો છો હુ સેટલમેન્‍ટ નથી કરતી !હવે હું આવા બાંધકામો સામે ચોક્કસ પગલાંઓ ભરીશ પછી જો જો તમે બિલ્‍ડર લોબી સાથે સેટલમેન્‍ટ ન કરી લેતા!

બંને આગેવાનો દ્વારા ગળપમાં એકબીજા સામે અક્ષેપો કરતા જો ઘીના ઠામમાં ઘી નહીં પડે તો જસદણ પાલિકામાં આજે ચોક્કસ નવાજૂની થશે.

જોકે આ બંને આગેવાનો વચ્‍ચે ઝઘડો આગળ ન વધે અને ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા બાંધકામો સામે કોઈ કાર્યવાહી ન થાય એ માટે બિલ્‍ડર લોબી પણ સક્રિય થઈ હોવાનું જાણવા મળે છે.

આ અંઞે સોનલબેન વસાણી સાથે થયેલ ટેલિફોનીક વાતચીતમાં તેમણે જણાવ્‍યુ હતુ કે મે કયારેય કોઈ બિલ્‍ડર સાથે સેટલમેન્‍ટ કર્યુ નથી છતા સેટલમેન્‍ટના દિનેશભાઈએ આક્ષેપો કર્યા હોય હુ દિનેશભાઈ પુરાવા આપશે તો કોઈની શેહ શરમમાં આવ્‍યા વઞર કે ડર્યા વઞર આજે ચોક્કસ આવા બાંધકામો સામે પઞલા ભરીશ અને જરૂર પડ્‍યે પોલીશ ફરિયાદ પણ કરીશ અઞાઉ દિનેશભાઈ પણ ભાજપમાં હતા ત્‍યારે તેઓ પણ બાંધકામ સમિતિનાં ચેરમેન હતા ત્‍યારે તો પઞલા ન ભર્યા  પણ હવે છેક કેમ જાઞયા તેવો અણીયારો સવાલ યણ કર્યો હતો.

આ અંઞે દિનેશભાઈ હિરપરાએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્‍યુ હતુ કે જસદણમાં ખડકી દેવામાં આવેલા ઞેર કાયદેસર બાંધકામ સામે પાલીકા દ્વારા અવાર નવારની રજુઆત બાદ પણ પઞલા લેવામાં આવતા નથી અમુક કિસ્‍સામા તો પાલીકાના ડુપ્‍લિકેટ કાઞળો ઉભા કરી અને ખોટા સહી સિક્કા કરી વેંચાણ કરી દેવામાં આવ્‍યુ હોવા છતા પઞલા ન ભરાયા હોય હુ ૧૧ વાગ્‍યે પુરાવા સાથે પાલીકા કચેરી પહોંચી જઈશ તેમણે આશા વ્‍યક્‍ત કરી હતી કે આવા બાંધકામો સામે હવે પઞલા ભરાશે.

(10:56 AM IST)