તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
ગોંડલના સડકપીપળીયામાં દવાખાનુ ખોલી બેસી ગયેલા નકલી ડોક્ટરને રૂરલ એસઓજીએ દબોચ્યો
જામકંડોરણાના રામપર ગામનો પાર્થ વિષ્ણુસ્વામી ૧૨ ધોરણ ભણેલો છેઃ કમ્પાઉન્ડરના અનુભવને આધારે મારૂતિ નામે ક્લીનીક ખોલી લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા

રાજકોટ તા. ૧૧: રાજકોટ શહેર જીલ્લામાં અવાર-નવાર પોલીસ ડીગ્રી વગરના નકલી ડોકટરોને પકડે છે. વધુ એક આવો બોગસ ડોક્ટર ઝડપાયો છે. રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ગોંડલના સડકપીપળીયા ગામેથી બોગસ તબીબને ઝડપી લીધો છે. જામકંડોરણાના રામપર ગામનો આ શખ્સ ૧૨ ધોરણ સુધી ભણેલો છે અને કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હોઇ તેનો અનુભવ હોવાથી પોતે જ ડોક્ટર બની દવાખાનુ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા માંડયો હતો.
જાણવા મળ્યા મુજબ રૂરલ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઈ વિપુલભાઇ ગુજરાતી, હેડકોન્સ્ટેબલ પ્રહલાદસીંહ રાઠોડ, કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી અને હીંમતસિહ પાલ સહિતના સ્ટાફને ગોંડલના સડક પીપળીયા ગામ નજીક નેશનલ હાઇવે પાસે બાદલભાઈ બાબુભાઈ બેલીમની દુકાનમાં પાર્થ નામનો શખ્સ ડીગ્રી વગર મારૂતિ નામે ક્લીનીક ચલાવે છે. આથી પોલીસે મોવૈયા પીએચસી સેન્ટરના મેડિકલ ઓફીસરને સાથે રાખી મારૂતિ ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મારૂતી કલીનીકમાં ડો.પાર્થ વિષ્ણુ સ્વામી નામનુ બોર્ડ મારેલ અને અંદરના ભાગે એક ટેબલ પાસે ખુરશી ઉપર ગળામાં સ્ટ્રેથોસ્કોપ સાથે બેસેલ શખ્સને પુછતાછ કરતાં તેણે પોતાનું નામ પાર્થ ચંદુભાઇ વિષ્ણુસ્વામી (ઉ.વ.૨૭, રહે. મુળ ગામ રામપર, જામકંડોરણા, હાલ સડકપીપળીયા, ગોડલ) જણાવ્યું હતું.
પોલીસે તબિબની ડીગ્રી બાબતે પુછતાં ગલ્લા તલ્લા કર્યા બાદ કબુલ્યું હતું કે પોતાની પાસે કોઇ ડીગ્રી નથી, માત્ર બાર ચોપડી ભણેલો છે અને કમ્પાઉન્ડરનો અનુભવ હોઇ તેના આધારે દવાખાનુ ચલાવતો હતો. એસઓજીની ટીમે બોગસ તબીબની ધરપકડ કરી અલગ અલગ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન સહિત રૂ.૭૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ મહાનિર્દેશક અશોકકુમાર યાદવ, રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરની રાહબરીમાં પીઆઇ એફ. એ. પારગી, પીએસઆઇ કે. એમ. ચાવડા, એએસઆઇ વિપુલભાઇ ગુજરાતી, પરબતભાઇ શામળા, વિરાજભાઇ ધાધલ, હેડકોન્સ. શીવરાજભાઇ ખાચર, પ્રહલાદસિંહ રાઠોડ, ચંદુભાઇ પલાળીયા, મયુરભાઇ વીરડા, અનીરૂધ્ધસિંહ જાડેજા, નૈમિષભાઇ મહેતા, કોન્સ. વિજયગીરી ગોસ્વામી, હિમતસિંહ પાલ, ચિરાગભાઇ કોઠીવાર, રામદેવસિંહ ઝાલા, વિપુલભાઇ ગોહેલ, નવદીપભાઇ બાબરીયા, નિર્મલસિંહ ચુડાસમા, ડ્રા.અમુભાઇ વીરડા, નરસીભાઇ બાવળીયાએ આ કામગીરી કરી હતી. (૧૪.૬)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
