News of Thursday, 11th September 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાનો વિરામ યથાવત : સવારે ઝાકળવર્ષા
ધૂપ-છાંવવાળુ વાતાવરણ : જો કે હજુ વરસાદ પડવાની આગાહી

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાનો વિરામ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ઝાકળવર્ષા થઇ હતી.
આજે વહેલી સવારે ૪:૩૦ વાગ્યાથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હોય તેમ શિયાળામાં ઝાકળવર્ષા થઇ હોય તેવી ઝાકળવર્ષા થઇ હતી. જે સવારના ૬ વાગ્યા સુધી જોવા મળી હતી.
જો કે ત્યારબાદ મિશ્ર વાતાવરણ યથાવત છે અને ધુવ-છાંવનો માહોલ છે આવા વાતવરણ વચ્ચે હજુ પણ વરસાદની આગાહી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૪ સે.ગ્રી., મહતમ તાપમાન ૩ર.પ સે. ગ્રે., ભુજનું પ્રમાણ ૯ર ટકા, પવનની ગતિ ૬.૩ કિ.મી. રહી હતી.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
