<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

ગોંડલના ભોજપરા ગામે દૂધમાં ઝેરી પદાર્થ ભેળવી ૩ શ્વાનના મોતના બનાવમાં એકની ધરપકડ

માલઢોરના વાડામાં શ્વાનના આંટાફેરાથી કંટાળી દૂધમાં ઝેરી પદાર્થ ભેળવ્‍યાની પકડાયેલ શિવા ગોલતરની કબૂલાત

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ તા. ૧૧ :.. ગોંડલનાં ભોજપરા ગામે ભરવાડ શખ્‍સે દુધમાં ઝેરી પદાર્થ ભેળવી  મનુષ્‍યના વફાદાર શ્વાન પી જતા ત્રણના મોત થયા હોવાનો બહાર આવ્‍યો હતો જે અંગેની જાણ પોલીસને કરતાં ઘટના સ્‍થળે દોડી જઇ એક શખ્‍સની ધરપકડ કરી હતી.

 ગોંડલ તાલુકાના ભોજપરા ગામે  ઝેરી પદાર્થ ભેળવેલ દૂધ ત્રણ સ્‍વાન પી જતા તેમના મોત નીપજતા ગામોમાં અરેરાટી વ્‍યાપી જવા પામી હતી ગ્રામજનો અને ગામના આગેવાન વિપુલભાઈ પરમારને ઘટનાની જાણ થતા તંત્રને વાકેફ કરવામાં આવતા  એનિમલ ડોક્‍ટર અને પોલીસ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા જે અંગેની ફરીયાદ લીલાબેન બાબુભાઈ ખાડીવાડીયાએ  કોઈ શખ્‍સને સ્‍વાન પ્રત્‍યે રાગદ્વેષ હોય તેના દ્વારા  દૂધમાં ઝેર ભેળવી શ્વાન ને પીવડાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્‍યા હોવાની ફરીયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

   પોલીસ તપાસમાં ગોંડલ રહેતા ભરવાડ યુવાન શીવાભાઈ ગોલતરનુ નામ ખુલતાં અટક કરી પૂછપરછ દરમિયાન માલ ઢોરના વાડામાં ヘાનના આંટાફેરાથી કંટાળી એક જગ્‍યાએ ઝેરી પદાર્થ ભેળવેલ દૂધનું વાસણ મુકેલ છે પી જતા ત્રણના મળત્‍યુ થયાં હતાં જ્‍યારે બે ગંભીર હાલતમાં મળી આવતાં ઙ્કાણી ક્રુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ -૧૧(ગ) મુજબ ગુનો દાખલ કરી તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. 

(11:14 AM IST)