<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

નેપાળમાં સુરેન્‍દ્રનગરનું દંપતિ ફસાયુ

આગચંપી, મારામારીથી હૃદયના ધબકારા વધી ગયા હતા : સરકાર પાસે મદદ માંગી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૧ : સુરેન્‍દ્રનગરથી પશુ પતિનાથ દર્શન કરવા ગયેલા દંપતી પણ ત્‍યાં નેપાળ ફસાઇ જતા સરકાર પાસે મદદ માંગતો વીડિયો ફરતો કર્યો હતો.

પશુપતિનાથ ગયેલા દંપતી વિરેનભાઇ ડાભી અને તેમના પત્‍નિ ગૌરવીબેન નેપાળમાં હાલ અટવાઇ જતા સોશીયલ મીડિયામાં વીડિયો ફરતો કરી સરકાર પાસે મદદની માંગ કરી હતી. તેમણે ફરતા કરેલ વીડિયોમાં જણાવ્‍યા મુજબ અમે સુરેન્‍દ્રનગરથી પશુપતિનાથ દર્શને ૪ તારીખે અમદાવાદથી નીકળી કાઠમાડુ ૯ તારીખે પહોંચ્‍યા ત્‍યાં હોટલ ગૌશાળા આશ્રામમાં ઉતર્યા પછી તોફાનો ચાલુ થયા હતા

ચારે કોર આગ ચંપી વાહનો સળગાવ્‍યા પથ્‍થર મારો ઇલેક્‍ટ્રિક થાંભલા તોડ્‍યા, સર્કિટ હાઉસ પોલીસ સ્‍ટેશનને આગ ચંપી ચારે તરફ આગ અને ધુમાડા ગોટે ગોટા હતા જોનાર વ્‍યક્‍તિના ધબકારા વધી જાય. અમે જે ગૌશાળા આશ્રમમાં ઉતર્યા હતા નેપાળ અરાજક્‍તાની સ્‍થિતિને પગલે સુરેન્‍દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્‍યાં ફસાયેલા કે મુસાફરી કરી રહેલા જિલ્લાના નાગરિકો માટે તાત્‍કાલિક હેલ્‍પલાઇન નંબર જાહેર કર્યા છે.

આ અંગે ડિઝાસ્‍ટર મામલતદાર મયુરભાઇ દવેએ જણાવ્‍યું કે હાલ કોઇ અમારો સંપર્ક કર્યો નથી પણ કોઇ નાગરિક ફસાયા હોય તો તેમના પરિવારજનોને તાત્‍કાલિક જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન કેન્‍દ્ર, સુરેન્‍દ્રનગર ફોન નંબરઃ- ૦૨૭૫૨ - ૨૮૪૩૦૦, ૦૨૭૫૨ - ૨૮૫૩૦૦ ઉપર સંપર્ક કરવો. જો કોઈ ભારતીય નાગરિક કાઠમંડુમાં સંપર્કમાં હોય તો નેપાળ સ્‍થિત ભારતીય એમ્‍બેસીના હેલ્‍પલાઇન નંબર +૯૭૭ - ૯૮૦ ૮૬૦ ૨૮૮૧,+૯૭૭ - ૯૮૧ ૦૩૨ ૬૧૩૪ ઉપર સંપર્ક કરવા તેમજ ભારત ખાતે રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન કેન્‍દ્ર, ગાંધીનગર ફોન નંબરઃ- ૦૭૯ - ૨૩૨૫૧૯૦૦, ૦૭૯ - ૨૩૨૫૧૯૦૨, ૦૭૯ - ૨૩૨૫૧૯૧૪ ફોન કરવા જણાવ્‍યું હતું.

(11:17 AM IST)