તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
વોટચોરોને ખુલ્લા પાડવા લડત ચલાવોઃ મલ્લિકાર્જુન ખડગે
જુનાગઢમાં આયોજીત ૧૧ દિવસીય શિબિરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું આહવાનઃ કોંગ્રેસના હોદેદારોને માર્ગદર્શન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૧: ગુજરાતમાં ભાજપને હરાવવાની રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી છે. કોંગ્રેસે પોતાના સંગઠન સળજન અભિયાનની ગુજરાતમાંથી શરૂઆત કર્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન કરી અનેક જિલ્લા અને શહેરોમાં પ્રમુખો બદલવામાં આવ્યા છે. હવે કોંગ્રેસે આ નવનિયુકત પ્રમુખોને શિક્ષણ આપવા માટે જુનાગઢમાં શિબિર શરૂ કરી છે.
જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં કોંગ્રેસની ૧૦ થી ૨૦ સપ્ટેમ્બર સુધી યોજાનારી પ્રશિક્ષણ શિબિરનો કાલથી પ્રારંભ કરાયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સહિતના મહાનુભાવોના હસ્તે શિબિરનો પ્રારંભ કરાયો હતો. આગામી દિવસોમાં ૧૨ કે ૧૮ સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ એક દિવસ હાજરી આપે એવી શકયતા છે.
શિબીરમાં ૩૮ લોકોને જ એન્ટ્રી
જૂનાગઢના ભવનાથ સ્થિત પ્રેરણા ધામ ખાતે આજ ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થયેલી શિબિરમાં ૩૮ વ્યકિતઓ સિવાય કોઈને એન્ટ્રી આપવામાં આવી નથી. નવા વરાયેલા જીલ્લા અને મહાનગરોના પ્રમુખોની પ્રથમ તાલીમ શિબિર આણંદ ખાતે ૩ દિવસ યોજાઈ હતી. બીજી શિબિર આજથી જૂનાગઢ ખાતે શરૂ થઈ છે જે ૧૧ દિવસ સુધી ચાલશે.
૩૦૦ કાર્યકરોએ સ્વાગત કર્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સવારે કેશોદ વિમાન મથકે ઉતર્યા હતા. જ્યાં જીલ્લાના ૩૦૦ કાર્યકરો, આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યકરો સાથે હસ્તધૂનન કરી તેઓ સીધા વંથલી મોટર માર્ગે આવી બાબા સાહેબને હારતોરા કરી બાદમાં જૂનાગઢના ભવનાથ તળેટી સ્થિત પ્રેરણાધામ ખાતે પહોંચ્યા હતા.
ભાજપ પર આકરા પ્રહાર
જૂનાગઢમાં આવેલ ભવનાથ તળેટી ખાતેના પ્રેરણા ધામમાં ૨૦ સપ્ટેમ્બર સુધી યોજાનારી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર આજ ૧૦ સપ્ટેમ્બર બુધવારથી શરૂ થઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ શિબિરનો પ્રારંભ કરાવ્યો છે. શિબિરના પ્રારંભ બાદ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે યાદ કરીને તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલે અહીં જન્મ લઈ દેશને આઝાદી અપાવી છે. તેના કારણે આજે દેશ એક છે. જેથી કોંગ્રેસ માટે બંને વ્યક્તિ પૂજનીય છે. બાદમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા
મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં ભાજપના નેતાઓનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલને કારણે દેશને આઝાદી મળી તેને કારણે દેશ આજે એક છે પરંતુ અહીંથી અન્ય ૨ લોકો છે જેઓ સંવિધાનને સુરક્ષિત રાખવા માગતા નથી. ગાંધી અને સરદારે જે કામ કર્યું તેનો નાશ કરવા માંગે છે. તેમણે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા સાથે નવા પ્રમુખોને બેરોજગારી, ખેડૂતો, મહિલા અત્યાચાર સામેની લડતના પ્રશ્નો પ્રજા સમક્ષ લઈ જઈ વોટ ચોરોનેખુલ્લા પાડવા તન મન ધનથી લડત ચલાવવા આહવાન કર્યું હતું. આ તકે મહામંત્રી કે.સી. વેણુગોપાલ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત ધારાસભ્યો, નવ નિયુકત ગુજરાતભરના પ્રમુખોને માર્ગદર્શન આપી આગામી મનપા અને પંચાયતની ચૂંટણી જીતવા માટે વિસ્તળત માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવેલ કે, જુનાગઢ પાવન ભૂમિ હોવાથી અહીંથી અનોખી પ્રેરણા મળતી હોવાથી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે. શિબિરમાં અલગ અલગ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ માર્ગદર્શન આપશે.
કેશોદ એરપોર્ટ પર સન્માન
જૂનાગઢ ખાતે કોંગ્રેસની પ્રદેશ કક્ષાની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપવા ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા ગુજરાત પ્રદેશના આગેવાનો અમિત ચાવડા, તુષારભાઈ ચૌધરી, ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહિલ, ધારાસભ્ય વિમલ ચુડાસમા, મહેશભાઈ રાજપુત, રામકળષ્ણ ઓઝા, ડો.કિર્તીબેન, પ્રગતિબેન, મહિપતસિંહ ડોડીયા, પ્રદેશના આગેવાનોએ સ્વાગત કર્યું હતું.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
