<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

પુત્ર જન્‍મની લ્‍હાયમાં જનેતાએ બે મહિનાની દિકરીને રસોડાના ભોં ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી!

કોટડા સાંગાણીના પીપલાણા ગામની ખળભળાટ મચાવતી ઘટના : પહેલું સંતાન દિકરી હતી, બીજુ સંતાન પુત્ર ઇચ્‍છતી મુસ્‍કાનને બીજી પણ દિકરી જન્‍મતા હત્‍યાને અંજામ આપ્‍યોઃ રાજકોટ માવતર ધરાવતાં મુસ્‍કાન કાયાણી વિરૂધ્‍ધ પતિ સાજીદભાઇની ફરિયાદઃ પીઆઇ આર. એન. રાઠોડ, રાઇટર રાજદિપસિંહ ચુડાસમાની ટીમે આરોપીને રાઉન્‍ડઅપ કરી પુછતાછ શરૂ કરી

રાજકોટ તા. ૧૧: પુત્રની લ્‍હાયમાં ઘણીવાર માવતર વિચારી પણ ન શકાય તે હદ સુધી જતાં હોય છે. આવી જ એક ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે જેમાં કોટડાસાંગાણીના પીપલાણા ગામે જનેતાએ તેની જ દિકરીને ઘરના રસોડામાં આવેલા ભોં ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દીધી છે. પોલીસે આ ઘટનામાં પતિની ફરિયાદ પરથી પત્‍નિ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ચાર મહિના પહેલાની આ ઘટના હવે પોલીસ સમક્ષ જાહેર થતાં કાર્યવાહી કરવામાં આવી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ કોટડાસાંગાણીના પીપલાણાં ગામમાં ખળભળાટ મચાવતો હત્‍યાનો કિસ્‍સો સામે આવ્‍યો છે. પુત્રની જન્‍મની ઇચ્‍છા ધરાવતી મહિલાએ પોતાની બે માસની નવજાત દિકરીની હત્‍યા કરી નાખી છે. રાજકોટ રહેતી આ જનેતાને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મહિલાને બીજી ડિલીવરી વખતે પુત્ર જ જન્‍મશે તેવી ઇચ્‍છા હતી પરંતુ દિકરીનો જન્‍મ થયા પછી તે ગુમસુમ રહેતી હતી. બે મહિનાની પુત્રી થઇ ગઇ છતાં તેણીના મનમાંથી પુત્રની ઇચ્‍છા દૂર થઇ નહોતી. પતિ સહિતના લોકો બહાર હતાં ત્‍યારે આ જનેતા ભાન ભુલી ગઇ હતી અને નવજાત બે મહિનાની દિકરીને ઘરના રસોડામાં આવેલા ભોં ટાંકામાં નાંખી ડૂબાડીને પતાવી દીધી હતી.

આ બનાવ અંગે કોટડાસાંગાણીના પીપલાણાં ગામે રહેતાં સાજીદભાઇ ગુલાબભાઈ કાયાણી (ઉ.વ.૨૬) પોતાની પત્‍નિ મુસ્‍કાન સાજીદભાઇ કાયાણી વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો દાખલ કરાવતા કોટડાસાંગાણી પોલીસે તપાસ આદરી છે. સાજીદભાઇએ જણાવ્‍યું છે કે હું ઓલટેક કારખાનામા મજુરી કામ કરુ છુેં. મારા લગ્ન રાજકોટ ન્‍યુ સાગર સોસાયટી શેરી નંબર ૭માં રહેતા ઇસ્‍તામીલભાઇ સાંધની દીકરી મુસ્‍કાન સાથે છ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં બે દિકરી નુરેના (ઉ.વ.૬) તથા આયેશા (ઉ. ૨ મહિના) છે.

મારા લગ્ન થયા બાદ હું અને મારી પત્‍નિ મુસ્‍કાન મારા મમ્‍મી-પપ્‍પા સાથે એકાદ વર્ષ સાથે રહેલ અને બાદમા  મારી પત્‍નિને મારો મમ્‍મી-પપ્‍પા સાથે મેળ નહી આવતા અમે પપ્‍પાના મકાનમાં એક આડી દીવાલ કરી અલગ રહેવા લાગેલ હતા. ત્‍યારબાદ ગઇ તા.૦૫/૦૭/૨૦૨૦માં મારા  ઘરે પહેલી દીકરીનો  જન્‍મ થયેલ હતો.ે ત્‍યારબાદ ગઈ તા.૧૫/૦૩/૨૦૨૫ના ફરીવાર મારી પત્‍નિએ સંતાનને જન્‍મ આપ્‍યો હતો. આ બીજુ સંતાન પણ દિકરી હતી. આ ડિલીવરીમાં પત્‍નિને સીજેરીયન આવ્‍યું હોઇ જેથી તેણી બે મહીના તેના પીયર રાજકોટ રોકાયેલ હતી. બે મહીના બાદ હું મારી પત્‍નિને તેડીને ઘરે પીપલાણા લાવેલ હતો.  અઠવાડીયુ મારા ઘરે પત્‍નિ રોકાયેલ હતી. એ દરમિયાન તા.૨૩/૦૫/૨૦૨૫ના સવારના આઠ વાગ્‍યે મજુરી કામ જતો રહેલ અને મમ્‍મી-પપ્‍પા તથા નાના ભાઈ અને તેની પત્‍નિ આશીયાના બધા વાડીએ જતા રહેલ હતા.

આ પછી બપોરના એક વાગ્‍યે હું ઘરે જમવા આવેલ ત્‍યારે મમ્‍મી પપ્‍પા, નાનો ભાઈ તથા તેની પત્‍નિ પણ ઘરે આવી ગયેલ હતા. મારા મમ્‍મી નાની દીકરી આયેશાને રમાડડા હતા અને હું જમીને બે વાગ્‍યે ફરીવાર મજુરી કરવા નીકળેલ હતો. મારા મમ્‍મી તેના ઘરે જતા રહેલ અને પત્‍નિ મુસ્‍કાન તથા બંને દીકરીઓ ઘરે એકલી હતી. ત્‍યારબાદ આશરે પાંચ વાગ્‍યે પત્‍નિ મુસ્‍કાનનો ફોન આવેલ અને કહેલ કે, આયશા ઘોડીયામા નથી. આથી મેં કહેલું કે  હું ઘરે આવુ છુ. મારા ે પિતાને જાણ કરતાં તેઓ પણ દોડી આવ્‍યાં હતાં. ત્‍યારબાદ હું પણ ઘરે પહોંચેલ ત્‍યારે પરીવારજનો ઘરના રસોડાના પાણીના ભો ટાકા પાસેથી મારી નાની દીકરી આયશાને કાઢી દવાખાને લઇ જવાની તૈયારી કરતા હતા.

અમે પુત્રીને પ્રથમ ખાનગી દવાખાને લઇ ગયેલ અને ત્‍યાથી રાજકોટ ખાનગી હોસ્‍પીટલમા સારવારમા લઇ ગયેલ હતાં. ત્‍યારબાદ ટૂંકી સારવારના અંતે બે માસની પુત્રી આયેશાનું મોત નીપજ્‍યું હતું. બાદમાં અમે દફનવિધિ કરેલ હતી. ત્‍યારબાદ તેઓની મારી મુસ્‍કાન પાચ દીવસ ઘરે રોકાયેલ અને તેમની પત્‍નિ ઉપર શંકા જતા પત્‍નિને પીયર મોકલી આપેલ અને બીજા દીવસે સવારના  સાળા મોહસીનનો ફોન આવેલ કે મુસ્‍કાનને આયેશા બાબતે પુછતા મુસ્‍કાને કહેલ કે મે આયેશાને પાણીના ભો ટાકામા નાખી દીધેલ છે તેમ મુસ્‍કાને કબુલ કરેલ છે.

ત્‍યારબાદ સાળાના પત્‍નિ સાહીસ્‍તાનો ઇન્‍સ્‍ટાગ્રામમા મેસેજ આવેલ કે મુસ્‍કાને આયેશાને પાણીના ટાંકામાં નાખી દીધેલનું કબુલ કરેલ છે. જેથી આ વાત મારા મમ્‍મી પપ્‍પા તેમજ કુટુંબીજનોને કરી હતી.  વડીલોએ  મુસ્‍કાન સાથે છુટુ કરી નાખવાની વાત કરેલ હતી. મારી પત્‍નિ મુસ્‍કાનને બીજી ડિલીવરી વખતે દીકરો જોઈતો  હોઇ પણે બીજી દીકરીનો જન્‍મ થતા તેણીને સારું નહી લાગતા મારી બે માસની પુત્રીને રસોડાના પાણીના ભો ટાંકામા નાખી દઇ ડુબાડી દઇ તેની હત્‍યા કરી નાંખી હતી. તેમ વધુમાં સાજીદભાઇએ કહ્યું હતું. પોલીસ આરોપી જનેતાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ બનાવે પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. મહિલા પીઆઇ આર. એન. રાઠોડ, રાઇટર રાજદિપસિંહ ચુડાસમાએ ગુનો નોંધી આરોપી મહિલાને રાઉન્‍ડઅપ કરી પુછતાછ શરૂ કરી છે.

(2:29 PM IST)