તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
ભાવનગર : સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપીને ર૦ વર્ષની સજા ફરમાવતી અદાલત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.,૧૧ : ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના એક ગામમાં રહેતા ૧૯ વર્ષના યુવાને એક સગીરા ને લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરનાર ૧૯ વર્ષના આરોપીને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂા. ૬ લાખ ૩૦ દિવસમાં સરકારે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે આ કામના આરોપી મુકેશભાઈ ઉર્ફે ગળો ભુપતભાઇ ચીખલીયા ઉ.વ.૧૯ રહે. ઉમરાળા તાલુકાના એક ગામમાં રહેતા શખ્સે આ કામના ફરીયાદીની સગીરવયની દીકરી ઉ.વ.૧૫ વર્ષ અને ૧૧ માસ વાળીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના વાલીપણામાંથી અપહરણ કરી ભોગ બનનાર સગીરવયની હોવાનું જાણતો હોવા છતાં તેણીની સાથે શરીર સંબંધ બાંધી (દુષ્કર્મ) કર્યાની ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો.
આ બનાવ અંગેનો કેસ ભાવનગરના એડીશ્રલ સેસન્સ અને સ્પે. પોકસો જજ એચ.એસ.દવે ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ગીતાબા પી. જાડેજાની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને રાખી આરોપી મુકેશભાઈ ઉર્ફે ગળો ભુપતભાઈ ચિખલીયાને કસુરવાન ઠેરવી આઈ.પી.સી. ૩૬૩ મુજબના ગુનામાં ૩ વર્ષની સજા, કલમ ૩૬૬ મુજબ ૩ વર્ષની સજા, કલમ ૩૭૬(૨)(એફ)(જે)(એમ) મુજબ ૧૦ વર્ષની સજા, કલમ ૩૭૬(૩) મુજબ ૨૦ વર્ષની સજા તેમજ પોકસો એકટ ની કલમ ૬ માં ૨૦ વર્ષની સજા અદાલતે ફટકારી હતી. તેમજ ભોગ બનનાર સગીરાને વિક્ટીમ કમ્પેન સેસન્સ એક્ટ હેઠળ રૂા. ૬,૦૦,૦૦૦ વળતર પેટે સરકારશ્રીએ ૩૦ દિવસમાં ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
