<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

મહુવા પંથકની જુદી જુદી બે સગીરાઓ ઉપરના દુષ્‍કર્મના કેસમાં ૫૫ વર્ષના પ્રોઢને જીવે ત્‍યાં સુધીની સજા

આજીવન કેદની સજા સાથે બંને સગીરાને ૪-૪ લાખનું વળતર ચુકવવા આદેશ

 (વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૧: ભાવનગરના મહુવાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતા ૫૫ વર્ષિય વળધ્‍ધે જુદી જુદી બે સગીરાઓ ઉપર દુષ્‍કર્મ આચરનાર  આરોપીને કોર્ટે જીવે ત્‍યાં સુધી જેલની સજા ફટકારી હતી.

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતા ૫૫ વર્ષિય વુધ્‍ધે જુદી જુદી બે સગીરાઓ ઉપર બળાત્‍કાર  કરનાર આરોપીને મહુવા ની કોર્ટે  આજીવન કેદ ની સજા તેમજ દંડ તેમજ ભોગ બનનાર બંન્ને સગીરાઓને આર્થિક વળતર પણ ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે ભાવનગર જિલ્લાના  મહુવાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતા ગોલણભાઈ ચીથરભાઈ મકવાણા (ઉ.વ.૫૫) નામના વળધ્‍ધે ગત વર્ષ ૨૦૨૪ ની ફેબ્રુઆરી માસમાં બે સગિરાઓ જેમા એક ૧૩ વર્ષ ૬ માસ તથા બીજી સગીરા ૧૫ વર્ષની બંન્ને સગીરાઓ ને આ કામના આરોપીએ કહેલ કે તમે ઘરે આવો તમારૂ કામ છે તેમ કહિને ૧૫ દિવસમાં ૨ વખત દુષ્‍કર્મ કરેલ અને તેનો વિડીયો પણ ઉતાર્યો હોવાની ફરીયાદ નોંધાતા મહુવા રૂરલ પોલીસે આરોપી ગોલણભાઈ ચિથરભાઈ મકવાણાની સામે ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ  મહુવાના  એડી. ડીસ્‍ટ્રી. જજ એ.એસ.પાટીલ ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ કમલેશ કેસરીની અસરકારક દલીલો તેમજ ૧૭ મૌખીક અને પર લેખીત આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્‍યાને રાખી આરોપી વળધ્‍ધને આજીવન કેદ નૈસર્ગીક મળત્‍યુ (જીવે ત્‍યાં સુધી) ની જેલની સજા તેમજ દંડ તેમજ ભોગ બનનાર બંન્ને સગીરાઓને પુનઃ વસન માટે રૂા. ૪ લાખ ૪ લાખ વળતર પેટે ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.

(11:36 AM IST)