<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

ગુનાહિત ઇતિહાસ/શંકાસ્પદ પ્રવૃતિ ધરાવતા અજાણ્યા ઇસમો ના (એ) @ (બી) રોલ ની કામગીરી કરતી જામનગર જીલ્લા પોલીસ

ચાલ ચલગત અંગેની પોલીસ તપાસ કાર્યવાહી કરવામા આવેલ તેમજ જામનગર જીલ્લાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની પ્રવૃતિ ઉપર દેખેરેખ

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧ : શ્રી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ,શ્રી.અશોકકુમાર (IPS) નાઓએ તથા જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.પ્રતિભા  (IPS) જામનગર નાઓએ જામનગર જીલ્લામા ગુનાહિત ઇતિહાસ ધરાવતા તથા શંકાસ્પદ અજાણ્યા ઇસમો તથા  ખરાબ ચાલ ચલગત વાળા દેખેરેખ હેઠળ ઇસમો તથા બહારના જીલ્લા/રાજય ના શંકાસ્પદ ચાલ ચલગત વાળા ઇસમોની પ્રવૃતિ ઉપર દેખરેખ રાખવા તા.૧૦/૦૯/૨૦૨૫ ના રોજ ’’સ્પેશ્યલ ડ્રાઇવ’’ નુ આયોજન કરવા સુચના કરવામા આવેલ હતી.

૧) ગુનાહિત ઇતિહાસ ધરાવતા તથા શંકાસ્પદ અજાણ્યા ઇસમો તથા  ખરાબ ચાલ ચલગત તથા  દેખેરેખ હેઠળ ઇસમોના (એ) તથા (બી) રોલ  ફોર્મ ભરી ચેક કરેલ  ઇસમો- ૧૫૭૧ 

 આ કામગીરી દરમ્યાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા તથા શંકાસ્પદ અજાણ્યા ઇસમો તથા જીલ્લામા ખરાબ ચાલ ચલગત વાળા દેખેરેખ હેઠળના ઇસમો ને ચેક કરી તેઓના (એ) @ (બી) રોલ ના ફોર્મ ભરી વતનના પોલીસ સ્ટેશન ખાતે તેમની ચાલ ચલગત અંગેની પોલીસ તપાસ કાર્યવાહી કરવામા આવેલ તેમજ જામનગર જીલ્લાના  ગુનાહિત ઇતિહાસ  ધરાવતા ઇસમોની પ્રવૃતિ ઉપર દેખેરેખ રાખવામા  આવેલ છે.  

આ કામગીરી મદદનીસ પોલીસ અધિક્ષક શ્રી લાલપુર વિભાગ,નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ/ગ્રામ્ય વિભાગ ના સુપરવિઝન હેઠળ, તમામ થાણા અધિકારીશ્રી,પોલીસ ઇન્સપેકટર,એલ.સી.બી. તથા પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ તથા સ્ટાફ દ્રારા કાર્યવાહી કરવામા આવેલ છે. 

(11:41 AM IST)