તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
ખંભાળીયાના કલ્યાણપુરના આહિર પરિવારના ૪ પ્રવાસીઓ નેપાળમાં સુરક્ષીત
કેન્દ્ર-રાજય સરકારના સહયોગથી પરત લાવવા વ્યવસ્થા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૧ :.. તાજેતરમાં નેપાળમાં થયેલ તોફાન તથા સરકારના વિસર્જન અને ભારે તંગ સ્થિતિ છે. ત્યારે ખંભાળીયા - કલ્યાણપુરના ચાર આહિર સભ્યો નેપાળમાં યાત્રા કરવા ગયેલા હોય ફસાઇ જતાં જિલ્લા તંત્ર દોડયું હતું.
ખંભાળીયા તાલુકાના કેશોદના વીરમદળ, વડત્રા તથા કલ્યાણપુર તા. ગોલણ શેરડીના મળીને કુલ ચાર વ્યકતઓ દેવાભાઇ બોઘાભાઇ ગોમીયા, વીરમદળ રહેવાસી, જેસાભાઇ લાખાભાઇ નંદાણીયા કેશોદ, પીઠાભાઇ ભીખાભાઇ જોગલ ગોલણ નોટડી તથા રામદે મેરુ ચાવડા વડત્રાના છે.
આ ચારેય વ્યકિતઓ ઇન્ડીગોની ફલાઇટમાં કાઠમંડુ ગયા હોય તોફાન વખતે વાસ્તુ બુટીક નામની હોટલમાં હોય સદભાગ્યે તેમને કંઇ પરેશાની થઇ નથી.
દ્વારકા જિલ્લા તંત્રને જાણ થતાં જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના તથા ડીઝાસ્ટર મામલતદાર વિશાળ પટેલ દ્વારા આ તમામને વ્યવસ્થિત રીતે ભારત-ખંભાળીયા પરત આવે તે માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકારના સહયોગથી ગોઠવી છે. તથા તેઓ હાલ સુરક્ષીત છે. દ્વારકા જિલ્લાના કોઇપણ વ્યકિત કાઠમંડુમાં નેપાળમાં કયાંય ફસાયા હોય કે ઇમરજન્સી મદદની જરૂર હોય તો ભારતીય દુતાવાસના નંબર ૯૭૭ ૯૮૦ ૮૬૦ ર૮૮૧, ૯૭૭ ૯૮૧ ૦૩ર૬૧૩૪, અથવા દ્વારકા જિલ્લા ડીઝાસ્ટરના ૦ર૮૩૩ ર૩ર૦૮૪, ર૩ર૧રપ નો સંપર્ક કરવા પણ જણાવાયું છે
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
