News of Thursday, 11th September 2025
દરિયાઇ સાહસનો પર્યાય ક્રિસ્ટોફર કોલંબસ

માર્કોપોલોએ વિષૃવતથી સમાન અંતરના રેખાંશ પર ભારત અને સિપ્રાંગ (આજનુ જાપાન) પરસ્પરથી ર૪૦૦ કિલોમીટરના અંતરે હોવાનો દાવો કર્યો હતોઃ કોલંબોએ એ દાવો સાચો માની લીધો અને અલ ફુરેદુનના સમીકરણો મુજબ વિદ્વાનો દરિયાઇ નકશો તૈયાર કર્યો : એમા વળી માઇલનો તફાવત પણ તેના ધ્યાન બહાર રહી ગયો હતો
દરિયાની સાહસનો પર્યાય બની ગયેલી એ યાત્રાનો સુકાની અને બળવાખોરીના ડરથી થથરી ગયેલો એ આદમી એટલે ક્રિસ્ટોફર કોલંબસ તેના હાથની યશરેખા ઘેરી હોવી જોઇએ. અન્યથા તેણે થાકી-હારીને પરત ફરવાનો નિર્ણય લઇ જ લીધો હતો. કાફલાના અન્ય જહાજોને એ સંદેશરો મોકલાવે એટલી જ વાર હતી. માયુસ ચહેરેએ આકાશમાં જોઇ રહયો હતો. અને અચાનક તેની વહેલી સવારના સોનલ વરણા ઉજાસમાં દુર ક્ષિતિજ પર પંખી હોવાનો આભાર થયો. ચોંકેલા કોલંબસને દુરબીનથી નજર માંડી અને વ્યુફાન્ડર પર જ જડાયેલી તેની આંખ વિસ્ફારીત થઇ ગઇ ખરેખર સીંગલ પંખી જ હતા. સિંગલ પંખી આકાશમાં ઉડતા હતા. મતલબ કે ...અને અચાનક હરખભેર ચીસ પાડી દીધી ટેરા... ટેરા...ટેરા...ઇતિહાસમાં કેટલાક ઉચ્ચારો અમર થઇ ગયા છે. વિજ્ઞાની આર્કિમીડીઝનું યુરેકા-યુરેકા હોય કે બીજા વિશ્વયુધ્ધમાં પર્લ હાર્બર પર ત્રાટકવાનો સંકેત તોરા...તોરા... હોય એમ જ કોલંબસનું ટેરા...ટેરા ગણવુ પડે. ઇટાલીયન ભાષમાં ટેરા એટલે જમીન, સાઠ દિવસની આકરી રઝળપાટ પછી કારમી હતાશાના ભેંકાર અંધારામાં વચ્ચે ભરાયેલી ઉમ્મીદનો એ શબ્દ એટલે આજનું અમેરીકા એ દિવસ હતો. ૧૦ ઓકટોબર ૧૯૪ર.
ભૂમીની આસપાસ લાંબા ચક્કર મારીને કાફલાનું પહેલુ જહાજ પિન્ટા કાંઠા પર લાંગર્યુ અને એ જહાજના સુકાનીએ ભુમી પર પગ માંડયો તેનું નામ માર્ટીન ઓલોન્ઝો તેની પાછળ અન્ય જહાજો નીના અને સાન્તા મારીયા પહોંચ્યા અને છેવટે કિસ્ટ્રોફર કોલંબસે પગ મુકયો ત્યારે તેને અંદાજ સુધ્ધા નહી હોય કે તેણે શોધેલી ભુમી પછીના પાંચ સૈકા સુધી જગત પર આણ દર્તાવવાની હતી. (આશરે પ૩૩ મું વર્ષ ચાલી રહયું છે. પુર્ણતાને આરે છે. તા.૧૦ ઓકટોબર ર૦રપના પ૩૪ મા વરસમાં શોધ દીન -જન્મ વરસગાંઠ પ્રવેશ કરશે. જાણીતી વાત છેકે હિન્દુતાન (ભારત)ની ખોજના નિકળેલો કોલંબસ ભુલ ભુલમાં જ અમરીકા ખંડમાં ગયો હતો. પરંતુ કોલંબસે એ ભુલ કેમ કરી તેનો જવાબ ખંખોળવો બહુ જરૂરી છે. કારણ કે જવાબમાં ઇતિહાસ પણ અનેક રોચક વિગતો ધરવા આતુર છે. ઇસ્વીસનની પ્રથમ સહષાાબ્દિ સુધી અફાટ દરીયામાં માર્ગ ચીંધનારી દિશાઓ નક્કી કરવી મુશ્કેલ હતી.
એ વખતે ગ્રીક ખગોળશાષાી ટોલેમીના અનુમાનોએ પહેલો પ્રકાશ પાડયો. ટોલેમી પ્રાચીન ભારતીય મહાપંડીત વસાહ મિહીરનો સમકાલીન હતો અને માનવ ઇતિહાસમાં શ્રેષ્ઠતમ ભેજાબાજોની સુચીમાં સ્થાન પામે એવા એ બંને વિદ્યાનોએ સહિયારા સંશોધનો પણ કર્યા છે.
એક દંતકથા એવી છે કે વરાહ મીહીરે ખગોળ વિજ્ઞાન ઉપરાંત જયોતીષ વિદ્યા પર ઘણુ સંશોધન કરી પ્રકાશ પાડેલ છે. જુની પેઢીના જાણકારોની દંતકથા મુજબ આ સંશોધન-પુસ્તકો-લખાણ કોઇ પણ કારણોસર સમુદ્રજળમાં પધરાવી દેવામાં આવેલ છે. પરંતુ સમુદ્ર જળમાં તરતા પુસ્તકના પાના હાથ આવતા જયોતિષ વિજ્ઞાન તે પર આધારીત શોધ થયેલ છે કે એક વાત હકિકત એવી જુની પેઢીના વડીલો દ્વારા દંતકથા પ્રમાણે વરાહ-મીહીર (ષાી-પુરૂષ-વરાહસ્ત્રી -પુરૂષ મિહિર)જુની લાયબ્રેરી કે પુસ્તકાલય પુસ્તક સંગ્રહ પાસેથી વરાહ-મહીરનું પુસ્તક મળેતો અવશ્ય વાંચવુ ઘણુ જાણવા મળશે. જયોતીષ જ્ઞાન પુર્ણ નથી.
ટોલેમીએ આમભુમીત અને ત્રિકોણમીતીના સમીકક્ષ વડે પૃથ્વીના વ્યાસની ગણતરી આપી હતી અને આકાશ દર્શન વડે નક્ષત્રોની રચનાના આર્ટસ પણ દોર્યા હતા. સદીઓ સુધી હાથ વડે નકલ થતા રહેલા એ ચાર્ટસ દરિયાઇ દિશા શોધનમાં વપરાતા હતા. પરંતુ કોલંબસે અહી ડહાપણુ વધાર્યુ તેણે ટોલમીના તારણોને જુનવાણી અને ખોટો ગણીને બાજુ પર મુકી દીધા અનેતેને બદલે ૧ર મી સદીના આરબ ગણીત શાષાી અલફરેદુનની ગણતરીઓ પર વધુ વિશ્વાસ મુકયો. યુરોપીય દેશોમાં અલ્ફ્રોડેનસ તરીકે ઓળખાતા ફરેદુને વિષૃવ્રત ભણી બે રેખાંશ વચ્ચેનું અંતર ૩૧ર માઇલ હોવાનું તારણ હતું. આજે આધુનીક વિજ્ઞાન એ અંતર ૩૧૯ માઇલ હોવાનું ચોકસાઇ પુર્વક કહે છે.
કોલંબસનું તકરીદી જુઓ તેણે બીજી ભુલ અહી કરી, ફરેદુનના વખતમાં અરેબીક પ્રથા મુજબ એક માર્વલ ૧૮૩૦ મીટરનો હતો. જયારે યુરોપીય દરીયા ખેડુતો એક માઇલ ૧૦૩૮ મીટરનો ગણતા હતા. માઇલે ૭૯ર મીટરનો તફાવત ભલે નજીવો લાગે. પરંતુ અફાટ દરીયામાં હજારો માઇલ દુર જવાનું હોય ત્યારે આ તફાવત પણ વિકરાળ ફરક પાડે છે. સફરનો અંદાજ જ ખોટો નીકળે એટલે ખાધા ખોરાકીનું રાશન અને પીવાનું પાણી સુધ્ધા ખુટી જાય.
હવે વાત કરીએ કોલંબસની ત્રીજી ભુલની એ ખરેખર તો તેની ભુલ ન હતી પણ તેણે ખોટા માણસને સાચો માની લીધો હતો. તેનું નામ માર્કો પોલો. ૧૪ મી સદીમાં થઇ ગયેલા મહાન મુસાફર માર્કો પોલો જમીન માર્ગે છેક ચીન સુધી પહોંચ્યો હતો. તેણે લખેલ પ્રવાસ વર્ણન ઓફીસેન્ટ પોલીયોનો અપાયેલ વિગતો ત્યારે જગતમાં એક માત્ર કેફીયત હતી. જે બાદમાં અનેક ગપગોળા ભરી હોવાનું સાબીત થયું.
સંકલન
હેમેન્દ્રકુમાર પારેખ
પોરબંદર
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
