<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

કચ્‍છમાં વીજ તંત્રની કોર્પોરેટ કચેરીએ ૭૬ ટીમો ઉતારી દીધીઃ ૪૮ કલાકમાં તમામ રપ૩ ગામોમાં વીજળી કાર્યાન્‍વીત

૪ર૪ ફીડરો બંધ થઇ ગયા હતાઃ ૪૮૯ થાંભલા પડી ગયેલઃ ૧૧ ટ્રાન્‍સફોર્મરો ઉડયા હતા

રાજકોટ, તા. ૧૧: પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરોની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયેલ સૌરાષ્‍ટ્રકચ્‍છ-ના જીલ્લાઓમાં વીજ પુરવઠાના પુનઃસ્‍થાપન માટે પીજીવીસીએલની ટીમોને સુસજ્જ રાખવામાં આવેલ. અતિ ભારે વરસાદને કારણે પીજીવીસીએલના કાર્યક્ષેત્ર હેઠળના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલી હતો. ખાસ કરીને કચ્‍છ જીલ્લામાં છેલ્લા ૨ દિવસમાં પડેલ ભારે વરસાદને કારણે જ્‍યોતિગ્રામ અને ખેતીવાડીના કુલ ૪૨૪ ફીડરોમાં વીજ વિક્ષેપ આવેલ તેમજ ૪૮૯ વીજ પોલ અને ૧૧ ટ્રાન્‍સફોર્મરોમાં નુકશાન થવાને કારણે ૨૫૩ ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો. કચ્‍છ જીલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં વીજ પુરવઠો કાયમ કરવા માટે પીજીવીસીએલની કુલ ૭૬ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે અસરગ્રસ્‍ત જ્‍યોતિગ્રામ ફિડરોમાં મરામતની કામગીરી હાથ ધરી ૪૮ કલાકમાં બધાજ ૨૫૩ ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃ સ્‍થાપિત કરવામાં આવેલ.

પીજીવીસીએલના ગ્રાહકો વીજ વિક્ષેપ અંગેની ફરિયાદ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩ /૧૯૧૨૨ તેમજ વોટ્‍સએપ નંબર ૯૫૧૨૦૧૯૧૨૨ ઉપર નોંધાવી શકે છે.

(2:22 PM IST)