<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

સિનીયર વૂમન્‍સ નેશનલ ફૂટબોલ ચેમ્‍પિયનશીપ ગુજરાતે મધ્‍યપ્રદેશને ૮-૦ થી પછાડયુઃ કાલે મહારાષ્‍ટ્ર સામે ટકકર

૩૦ મી સિનિયર વુમન્‍સ નેશનલ  ફૂટબોલ ચેમ્‍પિયનશિપ, રાજ માતા જીજાબાઈ ટ્રોફી ૨૦૨૫-૨૬, ભાવનગર,  માં એમ.કે. ભાવનગર યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉંડ  ખાતે શરૂ થયેલ છે.  ગ્રુપ  એચ મા હોમ ટીમ  ગુજરાત, ઉપરાંત ગોવા, મધ્‍ય પ્રદેશ અને મહારાષ્‍ટ્ર ની  ટીમો છે. ગુજરાત ની. ટીમના ખેલાડીઓ ના નામ આ પ્રમાણે છે.તન્‍વી મવાણી, ઊર્મિલાબેન ઠાકોર, સબનમબાનું રાઠોડ, માયા રબારી, ભરતી બારોટ, સયાલ ગુંધિયા, ખુશ્‍બુ સરોજ, જીલ કુમારી ડામોર, અંજનબેન ઠાકોર, ભૂમિષા દ્રવિડ, મંજુ ગુધિયા, દિવ્‍યા દરોદરા, ખુશી શેઠ, જાનકી ઠાકોર, નાઝબનું શેખ, શુભાંગી સિંગ, મિસબાબનું સંધી, દૃષ્ટિ પંથ, મધુબાલા આલ્‍વે અને મિત્તલ ડાભી.

પ્રથમ  ગોવા અને મહારાષ્‍ટ્ર વચ્‍ચે રમાયેલ તેમાં ગોવા ની ટિમ ૪-૧ થી વિજયી થયેલ. ગુજરાતે પોતાના મેચ માં શરૂઆતથીજ મધ્‍ય પ્રદેશ ની ટીમ પર પકડ બનાવેલ, ગુજરાત ની ટીમ ની  ખુશ્‍બુ સરોજ દ્વારા ૧૪ મી મિનિટે ગોલ કરી ગુજરાત ને લીડ અપાવેલ, બીજા  ૨ ગોલ ૪૩ અને ૭૧ મી મિનિટે ખુશ્‍બુ દ્વારા થયેલ. નાઝબનું સંધી દ્વારા ૨ ગોલ અને મધુબાલા આલ્‍વે દ્વારા પણ ૩ ગોલ થયેલ. અને ગુજરાતે  પોતાનો ફર્સ્‍ટ મેચ ૮-૦ થી જીતી ને  મધ્‍ય પ્રેદેશ ને મહાત આપેલ.

મુખ્‍ય અતિથિ તરીકે ડો. સ્‍નેહલ રવિ, ડાયરેક્‍ટર બીઆઇએમએસ   અમરજયોતિબા ગોહીલ, મેનેજિગ ટ્રસ્‍ટી, એએસઆઇએસ ગ્રુપ ઓફ સ્‍કૂલ્‍સ, મીનાક્ષી શાહ અને મીસ. કંચનકુમારી ઉપસ્‍થિત રહેલ.

ગુજરાત નો બીજો મેચ ૧૨.૯.૨૫ ના દિવસે મહારાષ્‍ટ્ર ની  ટીમ સાથે છે. 

(2:52 PM IST)