તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન આપવા પોરબંદરથી STIHLની ૧૦૦ દિવસની ‘‘પરિવર્તન યાત્રા'' શરૂ

રાજકોટઃ STIHL દ્વારા પોરબંદર એગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ ખાતે ૧૦૦ દિવસની ‘‘પરિવર્તન યાત્રા'' નું ધ્વજ વંદન કરાયું. સમારોહમાં શ્રી હસમુખ જે. પ્રજાપતિ (કમિશનર, પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન), શ્રી શોભિત બેહલ (માર્કેટિંગ ડાયરેક્ટર, STIHL ઇન્ડિયા), શ્રી પ્રદ્યુમ્ન ચતુર્વેદી (ટ્રેડ માર્કેટિંગ મેનેજર), તેમજ અગ્રણી કૃષિ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ તેમજ પોરબંદર અને આસપાસના વિસ્તારોમાંથી ૨૫૦ થી વધુ ખેડૂતો એ સમારોહમાં હાજરી આપી.
આ યાત્રા ૧૦૦ દિવસમાં ૯ રાજ્ય અને ૫૦ જિલ્લાઓ આવરી લેતી દ્વારકા (ગુજરાત) થી ઝિરો (અરુણાચલ પ્રદેશ) સુધી જશે અને કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરશે. ડેમો સેન્ટર પર STIHL ના પ્રોડક્ટ્સ માઉન્ટ રહીને ટચ-એન્ડ-ફિલ, લાઇવ ડેમો અને મશીન એજ્યુકેશન દ્વારા વાસ્તવિક ખેતર પરિસ્થિતિમાં ઉપયોગ બતાવવામાં આવશે. ખેડૂતોને અત્યાધુનિક સાધનોનું માર્ગદર્શન આપતી STIHL (સ્થાપના ૧૯૨૬) બહારના પાવર ઈક્વિપમેન્ટમાં વૈશ્વિક અગ્રણી છે. ભારતમાં Andreas STIHL Pvt. Ltd. વધતા ડીલર-સર્વિસ નેટવર્ક સાથે વ્યાપક પોર્ટફોલિયો પ્રદાન કરે છે. જેની વધુ માહિતી માટે સંપર્કઃ ૯૧ ૯૦૨૮ ૪૧૧ ૨૨૨. (૩૮.૨૫)
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
